લાશ મળી:અમરેલીના ફતેપુર ચેકડેમમાંથી મહારાષ્ટ્રના યુવકની લાશ મળી, પોલીસે તપાસ હાથ ધરી

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવક માનસિક અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું

અમરેલી તાલુકાના ફતેપુર ગામ નજીક આવેલા ઠેબી ચેકડેમમાં યુવકની લાશ મળી આવી હતી. સ્થાનિકોએ અમરેલી તાલુકા પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ દોડી આવ્યાં હતા. જોકે, અહીં પાણી હોવાને કારણે અમરેલી ફાયર વિભાગની ટીમને બોલાવતા ફાયરની ટીમે લાશને બહાર કાઢી હતી.
પોલીસે જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરી
આ મૃતક યુવક વીજય વનગા ઉ.28 મહારાષ્ટ્રનો રહેવાસી હોવાનુ બહાર આવ્યું હતું. પોલીસે યુવકની લાશને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યારબાદ પોલીસે જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરી છે. હાલ આ મૃતક માનસિક અસ્થિર મગજનો હોવાનું પણ સામે આવી રહ્યું છે. લાશ મળતા પ્રશાસન સાથે સ્થાનીક લોકો પણ દોડી આવ્યાં હતા.
​​​​​​​​​​​​​​થોડા દિવસો પહેલા સાવરકુંડલા શહેરના તળાવમાંથી એક યુવકની લાશ મળી હતી. જેમાં ઘર કંકાસના કારણે યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આજે બીજી લાશ મળવાની ઘટના સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...