નિર્ણયો:અમરેલી મધ્યસ્થ બેંક, દુધ સંઘ અને જિલ્લા સંઘની બોર્ડ મીટીંગ યોજાઇ

અમરેલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને અપાતા ધિરાણમાં એક ટકા વ્યાજ ઘટાડવાનો નિર્ણય
  • પીએમ ફંડમાં 33 લાખની સહાય આપનાર 5000 ખેડૂતોને બિરદાવાયા

આજે જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક, અમરેલી જીલ્લા દુધ સંઘ અને જીલ્લા સહકારી સંઘની બોર્ડ મીટીંગ સંયુક્ત રીતે યોજવામાં આવી હતી. દિલીપ સંઘાણીની ઉપસ્થિતીમાં આ બેઠકમાં તમામ ડીરેક્ટરોએ સોશ્યલ ડીસ્ટન્સ પણ જાળવ્યુ હતું. એક સાથે જીલ્લાની ટોચની ત્રણ સહકારી સંસ્થાઓની આ સંયુક્ત બેઠક અમરેલીના પટેલ કન્યા છાત્રાલય ખાતે મળી હતી. જેમાં સહકારના માધ્યમથી સ્વનિર્ભરતા તરફ જવા તથા નાણાકીય સ્થિતી અને સ્થિરતા અંગે અનેક નિર્ણયો લેવાયા હતાં. બેઠકમાં નાફસ્કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, સાંસદ કાછડીયા, કૌશીકભાઇ વેકરીયા, મનિષ સંઘાણી, જ્યંતીભાઇ પાનસુરીયા, મુકેશભાઇ સંઘાણી, બી.એસ. કોઠીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. અહિં રોજગારીની વધુ તકો વિકસે તેવા નિર્ણય પણ લેવાયા હતાં.દિલીપભાઇ સંઘાણીની અપીલ બાદ અમરેલી જીલ્લામાંથી 5000 જેટલા ખેડૂતોએ પ્રધાનમંત્રી રાહત કોશમાં રૂા. 33 લાખ જમા કરાવ્યા હતાં. જે તમામ ખેડૂતોને બિરદાવાયા હતાં. મધ્યસ્થ બેંકે થાપણો પર અડધો ટકા વ્યાજનો ઘટાડો તથા ખેડૂતોને અપાતા ધિરાણ પર એક ટકા વ્યાજના ઘટાડાનો નિર્ણય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...