તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Blood Donation Camp Held In Savarkundla On Completion Of 7 Years Of Modi Government, BJP Workers Forgot Rules In Photo Session

સેવામાં સોશિયલ ડીસ્ટન્સ ભૂલાયું:મોદી સરકારના 7 વર્ષ પૂર્ણ થતા સાવરકુંડલામાં રક્તદાન કેમ્પ યોજાયો, ફોટો સેશનનમાં ભાજપના કાર્યકર્તા નિયમો ભૂલ્યા

અમરેલી21 દિવસ પહેલા
  • મેગા રક્તદાન કેમ્પમાં 297 બોટલ રક્ત એકત્ર કરવામા આવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રમાં સરકારને આજે 7 વર્ષે થતા તેની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા સાવરકુંડલા ખાતે મહા રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ હતુ. જેમા મોટી સંખ્યમા મહિલાઓ, યુવાનોએ રક્તદાન કરવા લાઈનો લગાવી ઉત્સાહ પૂર્વક રક્તદાન કર્યું હતું. અને મેગા રક્તદાન કેમ્પમાં 297 બોટલ એકઠી કરાઈ હતી.જો કે, રક્તદાન કેમ્પ દરમિયાન ફોટોસેશનમાં ભાજપના કાર્યકર્તાઓ સોશિયલ ડીસ્ટન્સ જાળવવાનું ભૂલ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે આ અઠવાડિયામાં કુલ 35 જેટલા નાના મોટા કેમ્પ યોજાયા હતા અને આ રક્તદાન કેમ્પમાં સાંસદ નારણ કાછડીયા,જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા સહીત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અલગ અલગ હોદેદારો પણ આ કેમ્પમાં હાજર રહ્યા હતા અને શહેરભર માંથી અનેક લોકો અહીં રક્તદાન કરવા માટે આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...