આક્રોશ:સનાળિયામાં 200 વિદ્યાર્થી વચ્ચે માત્ર એક બસ ફાળવતા છાત્રોનું રસ્તા રોકો આંદોલન

લીલીયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાત્રોને ઘેટા બકરાની જેમ બસમાં બેસી શાળાએ પહોંચવું પડે છે: તંત્રએ યોગ્ય કરવાની ખાતરી આપી

લીલીયા તાલુકાના સનાળીયા ગામે 200 વિદ્યાર્થી અપડાઉન કરે છે. પરંતુ એસટી દ્વારા માત્ર એક બસ ફાળવાતી હોય છાત્રોને ભારે અગવડતા પડી રહી છે. તે મુદ્દે છાત્રોએ બસ રોકો આંદોલન કરતાં તંત્ર દોડતું થયું હતું અને યોગ્ય કરવાની ખાતરી આપી હતી.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે એક બાજુ નેતાઓની સભાઓમાં 2600 બસો ફાળવવામાં આવે છે અને દેશનું ભવિષ્ય એવા 200 વિદ્યાર્થીઓ માટે ફક્ત એક જ બસ ફાળવવામાં આવે છે. વધુમાં વિધાર્થીઓએ જણાવ્યું હતુંં કે વારંવાર રજુઆત કરવાા છતા પણ વધારાની બસ મુકવાનો એસટી ડેપો તરફથી કાઈ જવાબ નથી આવ્યો.

એક બસમાં અમો વિદ્યાર્થીઓને ઘેટાં બકરાની જેમ પુરાઈને જાવુ પડે છે અને કોઇક દિવસ કંડક્ટર ના પાડી દે છે કે હવે બસ ફૂલ થઇ ગઈ છે, અને જે વિદ્યાર્થીઓ રહી જાય છે એ મોડેથી પહોંચેે છે, સ્કૂલ દ્વારા લેઈટ થવાના કારણે ત્યાં ગેટ બંધ કરી દેવામાં આવે છે આવી પરિસ્થિતિમાં ભણવું પણ ભારે પડે છે.

આ બસ રોકો આંદોલનમાં લીલીયા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ બહાદુરભાઈ બેરા અને લીલીયા જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ભીખાભાઇ ધોરાજીયાએ સ્થળ પર આવીને વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું કે બસ રેગ્યુલર આવશે અને વધારાની બસ ફાળવવામાં આવશે. છાત્રોએ ત્યાર બાદ આંદોલન સમેટી લીધું હતું. તસવીર-મનોજ જોષી

અન્ય સમાચારો પણ છે...