તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાઉ-તેની અસર:રાજુલા અને જાફરાબાદના 90 ગામમાં તાઉતેના 20 દિવસ બાદ પણ અંધારપટ્ટ

અમરેલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિજળી પુર્વવત કરવા 248 ટીમ કામ કરી રહી છે - Divya Bhaskar
વિજળી પુર્વવત કરવા 248 ટીમ કામ કરી રહી છે
  • અમુક ગામમાં ગણતરીના કલાકાે જ મળે છે વિજળી : રાજ્યભરની વિજ કંપનીમાંથી અાવે છે વિજપાેલ

ગત 17મેની રાત્રે વાવાઝાેડાએ અમરેલી જિલ્લામા ભારે ખાનાખરાબી વેર્યા બાદ પણ લાેકાેને હજુ તેની કળ વળી નથી. વાવાઝાેડાને વિજ કંપનીને ખુબ માેટુ નુકશાન થયુ હતુ. રાજયભરમાથી અહી વિજ કર્મચારીઅાેની ટીમાે સમારકામ માટે ઉતારવામા આવી છે. પરંતુ 20 દિવસ બાદ પણ જિલ્લાના હજુ 90 જેટલા ગામાેમા વિજળીના ઠેકાણા નથી. જાે કે તંત્ર માત્ર 14 ગામમા જ હવે વિજળી ન હાેવાનાે દાવાે કરી રહી છે.

વાવાઝાેડાએ અમરેલી જિલ્લામા વિજળી સપ્લાયને વેરવિખેર કરી નાખી છે. ખાસ કરીને રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તાર ઉપરાંત ખાંભા, સાવરકુંડલા અને ધારી બગસરા વિસ્તારમા ખુબ માેટી સંખ્યામા વિજપાેલ પડી ગયા હતા. આ ઉપરાંત 66 કેવી સબ સ્ટેશનાે પણ બંધ થઇ ગયા હતા. શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામિણ વિસ્તારની જયાેતિગ્રામ અને ખેતીવાડી લાઇનના 66 હજારથી વધુ વિજપાેલ ધરાશાયી થયાનાે સર્વે થયાે હતાે. ત્યારબાદ રાજયભરની જુદીજુદી વિજ કંપનીઓમાથી કર્મચારીઓ અને મજુરાેને બાેલાવી વિજ પુરવઠાે પુર્વવત કરવાના પ્રયાસાે હાથ ધરવામા આવ્યા છે. લાંબા સમય બાદ રાજુલા જાફરાબાદમા વિજળી આપી શકાઇ છે પરંતુ હજુ ગ્રામિણ વિસ્તારની સ્થિતિ સારી નથી.

અમરેલી જિલ્લાના 90 જેટલા ગામાેમા હજુ અંધારપટ જાેવા મળી રહ્યાે છે. જાે કે વિજતંત્ર હવે માત્ર 14 ગામાેમા જ વિજળી આપવાની બાકી હાેવાનાે દાવાે કરી રહ્યું છે. પણ નુકશાન એટલુ માેટુ છે કે વિજતંત્ર દ્વારા માેટી સંખ્યામા ટીમાેને કામે લગાડવામા આવી હાેવા છતા હજુ તમામ ગામાેમા અને ખાસ કરીને ખેતીવાડીમા વિજપુરવઠાે નિયમીત થતા લાંબાે સમય લાગી જશે. હાલમા શહેરી વિસ્તાર અને જયાેતિગ્રામની લાઇનાે પર વિજતંત્રનુ વિશેષ ફાેકસ છે.અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી સર્કલના 817 ગામાેમા વાવાઝાેડા વખતે વિજપુરવઠાે ખાેરવાયાે હતાે. અમરેલી સર્કલ નીચે ઉના, ગીરગઢડા અને કાેડીનાર તાલુકાનાે પણ સમાવેશ થાય છે. તાે બીજી તરફ તંત્ર દ્વારા તમામ 66 કેવી પાવર હાઉસ શરૂ કરી દેવામા આવ્યા છે. આવી જ રીતે 220 કેવીની લાઇનના 35 જેટલા ટાવર ધરાશાયી થયા હતા. તેનુ કામ પણ મહદઅંશે પુરૂ થઇ ગયુ છે. અનેક ગામાે અેવા છે જયાં વિજ પુરવઠાે તાે પહાેંચી ગયાે છે. પરંતુ અાગળના ગામાેની લાઇનનુ કામ ચાલુ હાેવાથી દિવસનાે માેટાેભાગ વિજળી બંધ રાખવામા અાવે છે. રાત્રે ગણતરીના કલાકાે માટે વિજળી અપાઇ છે.

વિજળી પુર્વવત કરવા માટે અમરેલી સર્કલની ટીમાે ઉપરાંત રાજયભરની વિજ કંપનીઓની કુલ 248 ટીમાેને મરામતના કામમા લગાડવામા આવી છે. બહારથી આવેલી ટીમાેને થાેડા થાેડા સમયે છુટી કરવામા આવે છે અને તેના સ્થાને નવી ટીમાે અહી આવે છે.

795 ગામમાં વિજળી આપ્યાનાે દાવાે અમરેલી સર્કલ નીચે આવતા 817 ગામાેમા વિજ પુરવઠાે ખાેરવાયાે હતાે. જે પૈકી 795 ગામમા નિયમીત રીતે વિજળી પહાેંચાડી દેવાઇ હાેવાનાે વિજતંત્ર દાવાે કરી રહ્યું છે. જાે કે હકિકત અે છે કે નિયમીત રીતે વિજળી તાે રાજુલા જાફરાબાદ જેવા શહેરી વિસ્તારમા પણ નથી મળતી.

ખેતીવાડીની લાઇનના હજુ કાેઇ ઠેકાણા નથી
વિજતંત્ર દ્વારા સાૈપ્રથમ શહેરી વિસ્તારમા વિજળી અપાયા બાદ જયાેતિગ્રામ યાેજનામા સાૈથી વધુ કામ થઇ રહ્યું છે. ખેતીવાડીની લાઇનાે રીપેર કરવા માટે વિશેષ કામ થયુ નથી. જયાેતિગ્રામનુ કામ પુર્ણ થયા બાદ ખેતીવાડીની લાઇનના કામમા પણ ગતિ આવશે.

અન્ય સમાચારો પણ છે...