તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલન:ભાજપના સાત પાલિકા સદસ્યાેએ ડેરને ટેકાે આપતા રાજકિય ગરમાવો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજથી આંદોલન રેલવે ટ્રેક પર, ગુજરાત કોંગ્રેસના 15 થી વધુ ધારાસભ્ય આવશે
  • સદસ્યાે લાંબા સમયથી પાર્ટીથી દુર જ છે: ચેતનભાઇ, મનુભાઇ ચાવડાનું પણ સમર્થન

જાફરાબાદ પાલિકાના ભારતીય જનતા પાર્ટીના સાત સદસ્યાે ગઇકાલે બર્બટાણામા ધારાસભ્ય અંબરીશ ડેરની ઉપવાસી છાવણી ખાતે પહાેંચી ગયા હતા અને રેલવેની જમીનના મુદે ચાલતા અાંદાેલનને પાેતાનાે ટેકાે જાહેર કર્યાે હતાે. ત્યારથી સ્થાનિક રાજકારણમા ગરમાવાે અાવી ગયાે છે. અામ તાે ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ તેઅાે પાલિકા સદસ્ય તરીકે ચુંટાયા છે. પરંતુ હવે પક્ષ અાડકતરી રીતે તેની સાથે છેડાે ફાડી રહ્યાે છે.

અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઇ શિયાળે જણાવ્યું હતુ કે અા પાલિકા સદસ્યાેમાથી બે સભ્યાે અગાઉ જે તે સમયે પાસામા જઇ અાવ્યા છે. અા સદસ્યાે હાલમા કાેવિડની સ્થિતિના કારણે પક્ષમાથી દુર થયા નથી. પણ ટુંક સમયમા પક્ષ દ્વારા તેમની સામે કાર્યવાહી કરાશે. અા સભ્યાે ખાેટાે જશ લેવાનાે પ્રયાસ કરી રહ્યાં છે. તેઅાેને ભાજપ સાથે કંઇ લેવાદેવા નથી.

જિલ્લા કલેકટરને પત્ર પાઠવી ચીમકી આપી
વાવાઝોડાના 29 દિવસ બાદ પણ ખેતીવાડીની લાઈનો બંધ. આવતી કાલે બપોરે 12 વાગ્યા સુધીમાં કોઈ નિર્ણય નહિ આવે તો આખાય વિસ્તારમાં આવો કાર્યક્રમો થાય તેવી શકયતા છે. દરમિયાન રાષ્ટ્રીય જનચેતના પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને કોળી સમાજના આગેવાન મનુભાઈ ચાવડાએ આજે ઉપવાસી છાવણીની મુલાકાત લઇ આંદોલનને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. ઉપરાંત ગુજરાત કોંગ્રેસના 15 થી વધુ ધારાસભ્ય ટેકો આપવા આવશે.

અન્ય સમાચારો પણ છે...