અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા સીટની ચુંટણીમા ભારતીય જનતા પાર્ટીને પોતાનો જનાધાર વધારવામા સફળતા મળી છે. પાંચેય સીટ પર મળી 2017ની ચુંટણીમા ભાજપને 42.76 ટકા મત મળ્યાં હતા. પરંતુ આ વખતે તેમા 4.06 ટકાનો વધારો થયો છે અને 46.82 ટકા વોટ ભાજપને મળ્યાં છે. સૌથી મોટુ નુકશાન કોંગ્રેસને છે. જેનો જનાધાર 20.10 ટકા ઘટયો છે. જો કે અમરેલી જિલ્લામા એક સીટ એવી પણ છે જયાં ભાજપનો જનાધાર ઘટયો છે. આમ છતા ઉમેદવારને જીત મળી છે.
ધારી સીટ પર 2017ની ચુંટણીમા ભાજપને 40.30 ટકા મત મળ્યાં હતા. જયારે આ ચુંટણીમા 39 ટકા મત મળ્યાં છે. આમ 1.30 ટકા મત ઓછા મળવા છતા સીટ ભાજપને ફાળે આવી છે. કારણ કે ગત ચુંટણીમા અહી કોંગ્રેસને 52.35 ટકા મત મળ્યાં હતા. પરંતુ આ વખતે તેમા 37 ટકાથી વધુનો ઘટાડો થયો છે અને માત્ર 15.09 ટકા મત મળ્યાં છે.
અમરેલી સીટ પર ભાજપના જનાધારમા 10.79 ટકાનો વધારો થયો છે. ગત ચુંટણીમા 44.10 ટકા અને આ ચુંટણીમા 54.89 ટકા મતદારોએ ભાજપનુ સમર્થન કર્યુ છે. જયારે કોંગ્રેસના મત 25 ટકા ઘટયા છે. ગત ચુંટણીમા કોંગ્રેસને 51.18 ટકા અને આ ચુંટણીમા 26.12 ટકા મતદારોએ મત આપ્યા હતા. લાઠી સીટ પર 2017મા ભાજપને માત્ર 42.70 ટકા મત મળ્યાં હતા. પરંતુ આ ચુંટણીમા 49.12 ટકા મત મેળવવામા સફળતા મળી છે. જયારે સાવરકુંડલામા ગત વખતે 42.98 ટકા અને આ વખતે 46.01 ટકા મત મળ્યાં છે.
અહી કોંગ્રેસને ગત વખતે 49.32 ટકા અને આ વખતે 43.49 ટકા મત મળ્યાં છે. આમ એકંદરે સમગ્ર જિલ્લામા ભાજપનો જનાધાર 4.06 ટકા વધ્યો અને કોંગ્રેસનો 20.10 ટકા ઘટયો છે. કોંગ્રેસના આ જનાધારમા ઘટાડા પાછળ સૌથી મોટુ કારણ આમ આદમી પાર્ટીની એન્ટ્રી છે. જેણે 14.21 ટકા મત મેળવ્યા છે. એકંદરે ભાજપની વોટ બેંક અકબંધ જળવાઇ રહી અને કોંગ્રેસની વોટ બેંકમા ભાગલા પડી ગયાનુ સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છે.
ભાજપ કોંગ્રેસના જનાધારમાં શું ફર્ક આવ્યો ?
સીટ | પક્ષ | 2017 | 2022 |
સા.કુંડલા | ભાજપ | 42.98 | 46.01 |
કોંગ્રેસ | 49.32 | 43.17 | |
રાજુલા | ભાજપ | 43.13 | 43.69 |
કોંગ્રેસ | 50.85 | 37.87 | |
અમરેલી | ભાજપ | 44.1 | 54.89 |
કોંગ્રેસ | 51.18 | 26.12 | |
લાઠી | ભાજપ | 42.7 | 49.12 |
કોંગ્રેસ | 49.91 | 26.91 | |
ધારી | ભાજપ | 40.3 | 39 |
કોંગ્રેસ | 52.35 | 15.09 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.