તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેતાઓને થોડો કોરોના થાય❗:અમરેલીમાં ભાજપની માસ્ક વગરની વિશ્વાસ બેઠક યોજાઇ, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

અમરેલી20 દિવસ પહેલા
 • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. અમરેલી ખાતે આજે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ બેઠક યોજાઇ ગઈ હતી. જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા સાથે જિલ્લાભરમાંથી ભાજપના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ નારણ કાછડીયા, દિલીપ સંઘાણી, ધારાસભ્ય જે.વી.કાકડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા સહિતના ભાજપના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ભાજપના નેતાઓ કે કાર્યકરો દ્વારા કોરોના સંક્રમણ નહીં ફેલાય એમ માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સના કોઇ પાલન વગરની આ વિશ્વાસ બેઠક યોજાઇ હતી.

માસ્ક વગરની વિશ્વાસ બેઠક યોજાઇકોરોના ગાઈડ લાઈન જાણે સામાન્ય લોકો માટે હોય અને આ નેતાઓને કોરોના નહીં જ થાય કે તેમના દ્વારા સંક્રમણ નહીં જ ફેલાય એમ આ બેઠક માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સના કોઇ પાલન વગર યોજાઇ હતી. ભાજપ સરકારની ગાઇડ લાઇનના ધજાગરા ભાજપ સરકારની જ બેઠકમાં ઉડ્યાં હતાં. ચૂંટણી સમયે કોરોના ગાયબ થઇ જવાની વાત અહીંયાં પુરવાર થતી જોવા મળી હતી.

ભાજપની આ વિજય વિશ્વાસ બેઠકમાં ઉમેરવારોને જરૂરી સૂચન માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. જેમાં ભાજપ સરકાર દ્વારા કરેલા વિકાસના કામો અને ભાજપ સરકારની પ્રજાલક્ષી યોજનાઓ ઘર ઘર સુધી સતત પોહોચાડવા, લોક સંપર્ક વધારવા અને સાથે સોશિયલ મીડીયાનો ભરપૂર ઉપયોગ કરવા, જેવું માર્ગદર્શન ઉમેદવારોને આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે દાવેદારોને ટિકિટ નથી મળી તેમની સાથે વધુ મુલાકાત કરવાનું સૂચન પણ અપાયું હતું.

ભાજપ ના દિલીપ સંઘાણી, સાંસદ નારણ કાછડીયા સહિત દિગજો હાજર રહ્યા
ભાજપ ના દિલીપ સંઘાણી, સાંસદ નારણ કાછડીયા સહિત દિગજો હાજર રહ્યા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો