ચૂંટણી પ્રચાર:ખાંભામાં ભાજપનું સ્નેહમિલન, અમરેલી જિલ્લાની પાંચેય બેઠક કબ્જે કરીશુ: હિરા સોલંકીનો હુંકાર

અમરેલીએક મહિનો પહેલા

2022 વિધાનસભાની ચૂંટણી જાહેર કરી દેવાઇ છે. ત્યારે પ્રચાર પ્રસાર આક્રમણ રીતે હવે શરૂ થયા છે. અમરેલી જિલ્લામાં અતિ મહત્વની મનાતી રાજુલા જાફરાબાદ ખાંભા 98 વિધાનસભા કોંગ્રેસ પાસેથી આંચકી લેવા ભાજપ દ્વારા કવાયત શરૂ કરાઇ છે. અહીં ખાંભાના ડેડાણ જિલ્લા પંચાયત બેઠક ઉપર મોડી સાંજે નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ. અહીં ભાજપના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી અને સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

પાંચેય બેઠકો કબજે કરવા હીરા સોલંકીનો હુંકાર
પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું હતું કે, અમે ધારસભ્ય હતા ત્યારે કામ નથી થયા એના કરતાં ગયા 5 વર્ષેમાં અમે વધારે કામ કર્યા તેનું અમને ગૌરવ છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ઘરે નથી બેઠો લોકોના સુખે સુખ દુઃખે દુઃખમાં પણ અમે પડખે ઉભા રહ્યા છીએ. આ નેગેટિવ રાજકારણ સમજવાની જરૂર છે અને મતદારો હવે ઓળખી પણ ગયા છે. બોલે કઈક કરે કઈક. આ વખતે જે મતદાન થવાનું છે તે સામાન્ય સાધારણ ચૂંટણી નથી. આ ચૂંટણી ઉપર આખી દુનિયા દેશ ભરની નજર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના છે એટલે તેને કઇ રીતે નબળા બતાવવા આવા બધા પ્રયત્ન વિપક્ષ કરશે.

અન્ય સમાચારો પણ છે...