અમરેલી જિલ્લામા આવેલ સાવરકુંડલા નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત બોઘરિયાણી ગામ પાસે આવેલ ડમ્પિંગ સાઇટની કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ ગર્વિશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની-અમરેલીને આપવામાં આવેલ હતું. જે કામમાં એજન્સી દ્વારા સાવ હલકી ગુણવત્તાનું અને સાવ ઓછા પ્રમાણમાં મટીરીયલ્સ વાપરી તદ્દન નબળું કામ કર્યાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તથા આ દીવાલની માપ સાઈઝ કરતાં ઓછા માપનું કામ કર્યું છે અને સરકારના લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો ગંભીર આરોપ મુકાયો છે. અંગે સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવામાં આવેલ હતી જે અનુસંધાને પ્રાદેશિક કમિશનર ભાવનગર દ્વારા તપાસ કરવામા આવી હતી આજે પૂર્વ મહામંત્રી રામદેવ સિંહ ગોહિલ એ જણાવ્યું હતુ આ ગર્વિશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયેલ હોય ભવિષ્યમાં આવી ભ્રષ્ટાચારી એજન્સી દ્વારા કોઈપણ કન્સ્ટ્રક્શનના કામ કરી વધુ ભ્રષ્ટાચાર કરવામાં ના આવે તે માટે આ ગર્વિશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલએ જણાવ્યું છે.
અગાઉ સાવરકુંડલા શહેરમાં નગરપાલિકા હસ્તકના રોડના કામો અંગે ભ્રષ્ટાચાર થયાના પૂર્વ કૃષિ મંત્રી વઘાસીયા સહિત ભાજપ નેતાઓ દ્વારા જ આક્ષેપો કર્યા બાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.