તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્ક ભૂલ્યા:ભાજપના કાર્યકરોએ સરકારની ગાઈડ લાઈન નેવે મૂકી, દામનગર ચોકમા મોટી સંખ્યામા કાર્યકરો માસ્ક વગર ઉમટ્યા

અમરેલી20 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકીય માહોલ છે. ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા બાદ આજે અમરેલી જિલ્લામાં ભાજપના ઉમેદવારો ઉમેદવારી પત્રો ભરવા માટે આવ્યા હતા. દામનગર નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા આવેલા ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સના નિયમનું ઉલ્લઘંન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા અને માસ્ક વગર જોવા મળ્યા હતા.

આજે દામનગર નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ઉમેદવારો ફોર્મ ભરતા પહેલા કાર્યકરો મુખ્ય ચોક ખાતે મોટી સંખ્યામા ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી માસ્ક વગર જોવા મળ્યા હતા. જાણે કોરોના કોઈ ભાજપના કાર્યકરોને ન થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યાં છેકે, આમ પ્રજાને દંડ ફટકારતી પોલીસ આ કાર્યકરો સામે કાર્યવાહી કરશે?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો