તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રચાર શરૂ:અમરેલી જિલ્લામાં ભાજપના કાર્યકરો આજથી પ્રચાર શરૂ કરશે, મળેલી બેઠકમાં માર્ગદર્શન અપાયું

અમરેલીએક મહિનો પહેલા
 • સાંસદ નારણ કાછડીયા,દિલીપ સંઘાણી સહિત ભાજપાના નેતાઓ રહ્યા હાજર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થયા બાદ હવે ધીરે-ધીરે રાજકીય માહોલ જામી રહ્યો છે. અમરેલી જિલ્લામાં ભાજપના કાર્યકરોની પ્રથમ બેઠક બોલાવવામાં આવી છે. આજે પંડિત દિન દયાળ પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. સાથે જ ચૂંટણીલક્ષી જિલ્લા ભાજપની બેઠક પણ યોજાય હતી. જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને જ્વલંત વિજય અપાવવા અંગેની રણનીતિ અને પ્રચાર પ્રક્રિયા અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં આજથી ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવશે જે અંગે પક્ષના કાર્યકરોને અગ્રણી હરોળના નેતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આજે અમરેલી ખાતે યોજાયેલી જિલ્લા ભાજપની ચૂંટણીલક્ષી બેઠકમાં કાર્યકરોને પ્રચાર અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચન આપવામાં આવ્યા હતા. આજની બેઠકમાં સાંસદ નારણ કાછડીયા, સહકારી અગ્રહણી દિલીપ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. ઉપરાંત ઉમેદવારનો નામની હજી સુધી જાહેરત કરવામાં ન આવ્યા હોય મોટી સંખ્યામાં ટિકિટ વાંચ્છુઓ ઉપસ્થિત રહ્યાં હતા.

સાંસદ નારણ કાછડીયા,દિલીપ સંઘાણી સહિત ભાજપાના નેતાઓ રહ્યા હાજર
સાંસદ નારણ કાછડીયા,દિલીપ સંઘાણી સહિત ભાજપાના નેતાઓ રહ્યા હાજર

આજથી ચૂંટણી પ્રચાર શરૂ થશે
જિલ્લા ભાજપ દ્વારા આજ સાંજ સુધીમાં ભાજપના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને મત વિસ્તારમાં પ્રચારની શરૂઆત કરી દેવામાં આવશે. દરેક વિસ્તારમાં ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓને પાર્ટીને વિજયી બનાવવા માટે કામે લગી જવાની સૂચના આજથી આપી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો