ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 150 પ્લસના ટાર્ગેટ સાથે કામ કરી રહ્યો છે. તમામ 182 બેઠકોની સ્થિતિનો કયાસ કાઢવા માટે તાજેતરમાં જ પાર્ટીએ વરિષ્ઠ નેતાઓને અલગ અલગ જિલ્લાઓમાં મોકલ્યા હતા. 2017માં અમરેલી જિલ્લામાં ભાજપને એકપણ બેઠક મળી ન હોય અહીં પાર્ટીએ અત્યારથી મહેનત શરૂ કરી દીધઈ છે. તાજેતરમાં જ કેટલાક ગામના સરપંચોને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હતા.
અમરેલીની 5 બેઠકો પર જીત મેળવવાનો પ્લાનભાજપ દ્વારા અમરેલી જિલ્લાની પાંચ બેઠક પર જીત મેળવવા આયોજન શરૂ કર્યા છે. છેલ્લા કેટલાક સમયથી સીઆર પાટીલ સહિતના ભાજપના નેતાઓ અમરેલી જિલ્લાની મુલાકાત લઈ ચૂક્યા છે. તાજેતરમાં જિલ્લાની મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપના નેતા મહેશ કસવાલાની હાજરીમાં નિંગાળા ગામના સરપંચ કૈલાસબેન અલ્પેશભાઈ વઘાસીયા,ત્રાકુડા ગામના સરપંચ મયુરભાઈ દુઘાત,કાતરપરા સરપંચ હરસુરભાઈ વાઘ,ફાસરિયા સરપંચ મનુભાઈ ભીલ,જુના માલકનેશ ઉપસરપંચ અનકભાઈ કોટીલા કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.
અમરેલીમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓના કબજામાં છે બેઠકોઅમરેલી જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો છે. જેમાં અમરેલી બેઠક પર પરેશ ધાનાણી, સાવરકુંડલા બેઠક પર પ્રતાપ દૂધાત, રાજુલા અને જાફરાબાદ બેઠક પર અંબરીશ ડેર અને લાઠી બેઠક પર વિરજી ઠુમ્મર ધારાસભ્ય તરીકે છે. ધારી બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. જિલ્લાની ચાર બેઠકો પર કૉંગ્રેસના મજબૂત નેતાઓ હોય ભાજપે જીતની રણનીતિ ઘડવાની શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે જ આજે સરપંચોને સામેલ કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.