• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • BJP Starts Preparations To Capture Amreli Seats, Yuva Morcha National President Tejashwi Surya To Attend Activist Convention Tomorrow

વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ:અમરેલીની બેઠકો કબજે કરવા ભાજપે તૈયારીઓ શરૂ કરી, આવતીકાલે યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 8 તારીખે સી.આર.પાટીલ તેમજ 11 તારીખ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ મુલાકાત લેશે

રાજ્યમાં ચાલુ વર્ષે વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે તમામ પક્ષે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષ 2017માં અમરેલીની પાંચેય બેઠક ઉપર ભાજપની હાર થઈ હતી. જેના કારણે ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જીતે તે માટે ગુજરાત પ્રદેશ નેતાઓની સાથે હવે રાષ્ટ્રીય નેતૃત્વ કામે લાગ્યું છે. ત્યારે આવતીકાલે યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે.

ફરી કમળ ખીલે તે માટેના પ્રયાસ શરૂ
અમરેલી જિલ્લાની બેઠક કબજે કરવા ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના દિગ્ગજ નેતાઓ અમરેલીમાં સતત આવી રહ્યા છે. વર્ષ 2017ના પરિણામ બાદ ભાજપનું હાઇકમાન્ડ જરા પણ કચાસ રાખવા માંગતું નથી. ફરી કમળ ખીલે તે માટેના પ્રયાસ શરૂ કર્યા છે.
અમિત શાહ તેમજ સી.આર.પાટીલ પણ મુલાકાત લેશે
આ વર્ષે આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે તેવા સમયે છેલ્લા ઘણા મહિનાઓથી મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત અનેક મંત્રીઓ અહીં કાર્યક્રમો યોજી રહ્યા છે. ત્યારે આવતી કાલે યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા અમરેલીના પ્રવાસે આવી રહ્યા છે અને યુવા કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહેશે. તેમજ કાર્યકરોને સંબોધન કરશે. ત્યારબાદ 8 તારીખે અમરેલી શહેરમાં ધાર્મિક કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ હાજરી આપશે. આ ઉપરાંત 11 તારીખે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમરેલી મધ્યસ્થ સહકારી બેન્કની સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ અમર ડેરી ખાતે ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે.
થોડા દિવસ પહેલા મુખ્યમંત્રીએ કાર્યકરો સાથે બેઠક યોજી
અમરેલીમાં 5 દિવસ પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તુલસી પાર્ટી પ્લોટ ખાતે ભાજપના અપેક્ષિત હોદ્દેદારો કાર્યકરો અને આગેવાનો સાથે ખાનગી બેઠક યોજી હતી. કાર્યકરો, હોદ્દેદારોની મુખ્યમંત્રીને જાહેરહિત લોક હિતના પ્રશ્નો અંગે રજૂઆત કરવા માટે બેઠક મળી હતી. જેમાં આગેવાનોએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ખાસ કરી ભાજપના નેતાઓ સતત દોડધામ કરી રહ્યા છે. વર્ષ 2017ના પરિણામમાં કારમી હાર મળ્યા બાદ ફરી પરિણામનું પુનરાવર્તન ન સર્જાય તે માટે ભાજપ સતત પ્રયત્નો કરી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...