વિરોધ:કોંગી નેતાના રાષ્ટ્રપતિ વિશે અશોભનીય ટિપ્પણી બાબતે ભાજપનું વિરોધ પ્રદર્શન

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડિયા, લાઠી અને બગસરામા ભાજપ કાર્યકરોએ બેનરો પ્રદર્શિત કર્યા

તાજેતરમા કોંગી નેતા અધિરંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ વિશે કરેલી અશોભનીય ટિપ્પણી મુદે આજે વડીયા, બગસરા અને લાઠીમા ભાજપ આગેવાનોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી કોંગી નેતા અને સોનીયા ગાંધી માફી માંગે તેવી માંગ કરી હતી.

વડીયામા બસ સ્ટેન્ડ ચોકમા આજે ભાજપ આગેવાનો એકઠા થયા હતા. અહી હાથમા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી કોંગી નેતા ચૌધરી તેમજ સોનીયા ગાંધી માફી માંગે તેવી માંગ કરવામા આવી હતી. અહી વડીયા કુંકાવાવ તાલુકા ભાજપના મહામંત્રી શૈલેષ ઠુંમર, તુષાર વેગડ, અનિરૂધ્ધ બોરીચા, વિપુલ રાંક સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

આ ઉપરાંત લાઠીમા પણ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયાની સુચનાથી ભાજપના હોદેદારોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. તો બગસરામા પણ ભાજપના આગેવાનો એકઠા થયા હતા અને કોંગી નેતાએ કરેલા અશોભનીય ટિપ્પણી મુદે વિરોધ નોંધાવ્યો હતો. અહી ભાવેશભાઇ મસરાણી, વિણાબેન સરવૈયા, કમલેશભાઇ જોષી, દિનેશભાઇ હડીયલ વિગેરે હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...