નોટોનો વરસાદ:જાફરાબાદના વરાહસ્વરૂપ ગામે તુલસી વિવાહના ડાયરામાં પૂર્વ સંચદીય સચીવ સોલંકી સહિત ભાજપના નેતાઓએ રૂપિયાનો વરસાદ કર્યો

અમરેલી16 દિવસ પહેલા
  • મોડી રાતે ડાયરામાં રૂપિયા ઉડ્યા, કલાકારોએ રમઝટ બોલાવી 2 દિવસ પહેલા રાજુલાના જાપોદર ગામમાં પણ રૂપિયાનો વરસાદ થયો હતો

સૌરાષ્ટ્રમાં લગ્ન કે ડાયરો હોય એટલે લોકો ભરપૂર રૂપિયાનો વરસાદ કરતા હોય છે. વર્ષોથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થાય છે. જ્યારે ધાર્મિક જગ્યા પર ડાયરા હોય છે, ત્યારે લોકો આસ્થા સાથે રૂપિયા ઉડાવી એક માહોલ ઉભો કરતા હોય છે. ત્યારે અમરેલીના જાફરાબાદ તાલુકાના વરાહસ્વરૂપ મંદિર ટ્રસ્ટી દ્વારા તુલસી વિવાહનું આયોજન કરાયું હતુ. જેમાં યોજાયેલા ડાયરામાં પૂર્વ સંચદીય સચીવ સોલંકી સહિત ભાજપના નેતાઓએ રૂપિયાનો વરસાદ કર્યો હતો.

અહીં મોડી સાંજે શિયાળબેટ ગામમાંથી ભગવાનની જાન આવી હતી અને અને ભગવાનના વિવાહ યોજાયા હતા. અહીં યોજાયેલા ડાયરામાં સરકારના પૂર્વ સંચદીય સચીવ હીરા સોલંકી, રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ મીઠા લાખણોત્રા, જિલ્લા પંચાયત સદસ્યો સહિત ભાજપના હોદેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમણે રૂપિયાનો વરસાદ કર્યો હતો.

પૂર્વ સંચદીય સચીવ હીરા સોલંકી સહિત ભાજપ નેતાઓ દ્વારા ડાયરામાં રૂપિયા ઉડાવ્યા હતા. જોકે, 2 દિવસ પહેલા રાજુલા તાલુકાના જાપોદર ગામમાં માતાજીના માંડવા પ્રસંગે પણ પૂર્વ સંચદીય સચીવ સોલંકી સહિત નેતાઓએ રૂપિયા ઉડાવ્યાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...