તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરમજનક:અમરેલીમાં ભાજપના એક વ્હોટ્સએપ ગ્રુપમા બીભત્સ વીડિયો પોસ્ટ થતા આગેવાનો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્ક્રિનશોર્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચ્યો ગણતરીની મિનિટોમાં જ વીડિયો ડીલેટ કરાયો

સોશિયલ મીડિયા પર કેટલીક વખત વ્યક્તિઓ શરમ-જનક પોસ્ટ મુકતા હોય છે. જેના કારણે વાંરવાર વિવાદો ઉભા થાય છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ આ પ્રકારની ઘટના બનતા ખળભળાટ મચી ગયી છે. V,T,p "BJP સંગઠન નામના વ્હોટ્સએપ ગ્રુપમા રાત્રે 10 વાગ્યે બીભત્સ વીડિયો ક્લિક કરી પોસ્ટ થયાનુ અનુમાન છે. જોકે, ત્યારબાદ ગણતરીની મિનિટોમાં આ વીડિયો ડીલીટ કર્યો હતો. ત્યારે આ પ્રકારના વીડિયોથી ગ્રુપ મેમ્બરો શરમ જનક સ્થિતિમાં મુકાયા હતા.

આ ગ્રુપમા અનેક મોટા નેતાઓ છેઅમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, ધારી બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડીયા, પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા, ધારાસભ્ય જે.વી કાકડીયાના પત્ની કોકિલાબેન સહિત અનેક કાર્યકરો હોદેદારો આગેવાનો આ ગ્રુપમાં છે. ત્યારે રાત્રીના સમયે આ પ્રકારના વીડિયોથી તમામ ક્ષોભ જનક સ્થિતિમાં મુકાયા હતા. આ વોટ્સએપ ગ્રુપના શરમ-જનક સ્ક્રિન શોર્ટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...