• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • BJP Leader Expresses Displeasure Over Alleged Paper Leak Scandal Of Secondary Service Selection Board, Demands Search For 'Mir Jafro'

PMને ટેગ કરી રજૂઆત:ગૌણ સેવા પસંદગી મંડળના કથિત પેપર લીક કાંડ મુદ્દે ભાજપના નેતાએ નારાજગી વ્યકત કરી, 'મીર જાફરો'ને શોધવાની માગ કરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન મોદીને ટેગ કરી ટ્વીટના માધ્યમથી રજૂઆત કરવામા આવી

ગૌણ સેવા પસંદગી મંડળના હેડ કલાર્કની પરીક્ષાના કથીત પેપર લીક કાંડ મુદ્દે હજી સુધી મંડળ તરફથી કોઈ ફરિયાદ નોંધાવવામા આવી નથી. મંડળના ચેરમેન હજી પેપર ફૂટ્યાની વાત મુદ્દે ના-ના કરી રહ્યા છે. ત્યારે જ ભાજપના નેતા ડો. ભરત કાનાબારે ટ્વીટ કરી પેપર લીક કાંડ મુદ્દે નારાજગી વ્યકત કરી છે અને 'મીર જાફરો'ને શોધી કાઢવાની માગ કરી છે.

ડૉ. ભરત કાનાબારની ફાઈલ તસવીર
ડૉ. ભરત કાનાબારની ફાઈલ તસવીર

શું છે કથિત પેપર લીકનો મામલો?
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગયા રવિવારે રાજ્યના 6 સેન્ટરો પર હેડ કલાર્કની પરીક્ષા યોજવામા આવી હતી. પરીક્ષા યોજાયા બાદ આપના નેતા દ્વારા પેપર લીક થયું હોવાનો આક્ષેપ કરવામા આવ્યો હતો. આપના નેતાના આક્ષેપ બાદ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરા દ્વારા પેપર લીક થયું હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો અને આ મામલે કોઈ ફરિયાદ ના મળી હોવાની વાત કરી હતી. જો ફરિયાદ મળશે તો તપાસ કરાવવાની ખાતરી આપી હતી.

ખુદ ભાજપના જ નેતાએ ગંભીર સવાલો ખડા કર્યા
પેપર લીક મામલે હજી સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ, પેપર લીક થયું હોવાનું માની ભાજપના નેતાએ ટ્વીટ કરી ગંભીર સવાલો ખડા કર્યા છે. ટ્વીટમાં ડો. કાનાબારે લખ્યું છે કે, 'ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાનું પેપર ફૂટ્યું. દોઢ લાખથી વધારે કમનસીબ પરીક્ષાર્થીઓએ પરીક્ષાની તૈયારી ફરીથી કરવી પડશે! બેરોજગાર યુવાનોની 'હાય' તો તેમને લાગશે જ પણ તંત્ર સાથે જોડાયેલા આવા 'મીર જાફરો'ને શોધી તેમને સખ્ત નશ્યત કરાશે તો જ આવી ઘટનાઓ અટકશે'.

પેપર લીકનો આક્ષેપ કરનાર આપના નેતા યુવરાજસિંહ
પેપર લીકનો આક્ષેપ કરનાર આપના નેતા યુવરાજસિંહ

ડૉ. કાનાબારને ટ્વીટર પર ખુદ પીએમ મોદી કરે છે ફોલો
અમરેલી ભાજપના નેતા ડૉ. કાનાબાર એવા નેતા છે કે, જેને ખુદ પ્રધાનમંત્રી મોદી ટ્વીટર પર ફોલો કરી રહ્યા છે. કાનાબાર આ પહેલા પણ પાર્ટી લાઈનથી અલગ પોતાના વિચારો ટ્વીટના માધ્યમથી રજૂ કરતા આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...