• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • BJP Leader Dr. Bharat Kanabar Tagged The Prime Minister On Twitter And Wrote, "Amrut Mahotsav Of Independence Or Nathuram's Prestige Festival?"

જામનગરમાં ગોડસેની પ્રતિમાનો વિવાદ:ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે ટ્વીટર પર વડાપ્રધાનને ટેગ કરી લખ્યું- 'આઝાદીનો અમૃત મહોત્સવ કે નથુરામનો પ્રતિષ્ઠા મહોત્સવ?'

અમરેલી14 દિવસ પહેલા
ડૉ. ભરત કાનાબારે કરેલું ટ્વીટ
  • 'આઝાદીનો અમૃત મહોત્સવ યોજાતો હોય ત્યારે ગાંધીના હત્યારાની પ્રતિમા મુકાય તેનાથી મોટી શરમ કઈ હોય શકે?'
  • હિંદુ સેના દ્વારા જામનગરમાં ગોડસેની પ્રતિમા સ્થાપવામા આવી હતી કૉંગ્રેસ દ્વારા પ્રતિમાને તોડી નાખવામા આવી હતી

જામનગરમાં હિંદુ સેના દ્વારા ખાનગી જગ્યામાં ગાંધીના હત્યા નથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપના અને બાદમાં કૉંગ્રેસ દ્વારા તોડી નખાતા વિવાદ સર્જાયો છે. તેમાં હવે ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે ઝુકાવ્યું છે. કાનાબારે ટ્વીટર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેગ કરી સવાલો ઉઠાવતું ટ્વીટ કર્યું છે. કાનાબારે લખ્યું છે કે, દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાતો હોય ત્યારે ગાંધીજીના જન્મસ્થળ નજીક તેના હત્યારાની પ્રતિમા મુકાય આનાથી મોટી શરમ કઈ હોય શકે?

ભાજપના નેતા ડૉ. ભરત કાનાબાર
ભાજપના નેતા ડૉ. ભરત કાનાબાર

'આઝાદીનો અમૃત મહોત્સવ કે નથુરામનો પ્રતિષ્ઠા મહોત્સવ?'
જામનગરમાં ગોડસેની પ્રતિમાને લઈ સર્જાયેલા વિવાદ બાદ ભાજપના નેતા ડૉ. ભરત કાનાબાર દ્વારા કરવામા આવેલા ટ્વીટમાં આકરા સવાલ કરવામા આવ્યા છે. કાનાબારે લખ્યું છે કે, દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ યોજતો હોય ત્યારે ગાંધીજીના જન્મસ્થળથી માત્ર સવાસો કિલોમીટર દૂર તેના હત્યારાની પ્રતિમા મુકાય આનાથી મોટી શરમ કઈ હોય શકે? સાથે લખ્યું છે કે, ગાંધીના ગુજરાતમાં આપણે મૂંગા મોઢે આ બધો તમાશો જોયા કરીએ છીએ.

જામનગરમાં હિંદુ સેના દ્વારા ગોડસેની પ્રતિમાની સ્થાપના કરાઈ ત્યારની તસવીર
જામનગરમાં હિંદુ સેના દ્વારા ગોડસેની પ્રતિમાની સ્થાપના કરાઈ ત્યારની તસવીર

ગોડસેની પ્રતિમાનો શું છે વિવાદ?
જામનગરમાં હિંદુ સેના દ્વારા થોડા સમય પહેલા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમા જાહેરમાં મુકવા માટે તંત્ર પાસે જમીનની માગણી કરવામા આવી હતી. પરંતુ, તંત્ર દ્વારા હિંદુ સેનાને જમીન ફાળવવાનો ઈન્કાર કરી દેવાયો હતો. ત્યારબાદ બે દિવસ પહેલા હિંદુ સેના દ્વારા જામનગર શહેરમાં ખાનગી જગ્યામાં નથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપના કરવામા આવી હતી. ખાનગી જગ્યામાં પ્રતિમાની સ્થાપના થઈ હોવાથી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામા આવી ન હતી. પરંતુ, બીજા દિવસે શહેર કૉંગ્રેસ પ્રમુખ અને તેમની ટીમ દ્વારા ગોડસેની પ્રતિમા તોડી નાખી હતી. આ મામલે હિંદુ સેના અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે સામસામી પોલીસ ફરિયાદ નોંધવામા આવી હતી.

કૉંગ્રેસ દ્વારા ગોડસેની પ્રતિમા તોડી નાખવામા આવી ત્યારની તસવીર
કૉંગ્રેસ દ્વારા ગોડસેની પ્રતિમા તોડી નાખવામા આવી ત્યારની તસવીર

ડૉ. ભરત કાનાબારને ટ્વીટર પર પીએમ મોદી કરે છે ફોલો
અમરેલી ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારને ટ્વીટર પર પ્રધાનમંત્રી મોદી ખુદ ફોલો કરે છે. આજે ગોડસેને લઈ ડૉ. કાનાબાર દ્વારા જે ટ્વીટ કરવામા આવ્યું છે તેમાં પણ પ્રધાનમંત્રી મોદીને ટેગ કરવામા આવ્યા છે.

ડૉ. કાનાબાર પોતાના ટ્વીટને લઈ રહે છે ચર્ચામા
ડો. ભરત કાનાબાર અલગ અલગ વિષયો પર સવાલો ઉઠાવતી ટ્વીટને લઈ હંમેશામાં ચર્ચામાં રહેતા આવ્યા છે. થોડા દિવસ પહેલા જ રોડ રસ્તા મામલે કરેલું એક ટ્વિટે ભારે ચર્ચા જગાવી હતી. રોડ રસ્તા મામલે કરાયેલા ટ્વિટમાં કહ્યું હતું કે, એક બે ચોમાસામાં જ રસ્તાના ટુકડા થઈ જાય તેવા નબળા રોડ બનાવતા લેભાગુ કોન્ટ્રાકટર, કટકીબાજ અધિકારીઓ અને કેટલા ભ્રષ્ટ લોકસેવકોની ટોળી જ ખરા અર્થમાં 'ટુકડે ટુકડે' ગેંગ છે. જેમના કારણે લોકોની પરસેવાની કમાણીના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...