તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:જિલ્લા પંચાયતની ચાર- ચાર સીટ પર ભાજપ-કોંગીમાં કોકડું ગુંચવાયું

અમરેલી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ભાજપે 30માંથી 16 પટેલ ઉમેદવારને ટિકીટ આપી
 • કાેંગીની યાદી આજે જાહેર થશે, ભાજપે 4ને રિપીટ કર્યા

પાલિકા અને પંચાયતની ચુંટણીમા ફાેર્મ ભરવાનાે અંતિમ દિવસ નજીક અાવી રહ્યાે છે. તેવા સમયે ભારતીય જનતા પાર્ટીઅે અાજે માેટાભાગના ઉમેદવારાેના નામ જાહેર કર્યા હતા. જયારે કાેંગ્રેસ અાવતીકાલે નામ જાહેેર કરશે. જાે કે બંને પક્ષમા જિલ્લા પંચાયતની ચાર-ચાર સીટ પર હજુ કાેંકડુ ગુંચવાયેલુ છે. જિલ્લા પંચાયતની ચુંટણી માટે ભારતીય જનતા પાર્ટીઅે અાજે 34 બેઠકમાથી 30 બેઠકના ઉમેદવારાે જાહેર કરી દીધા હતા. જયારે 4 બેઠકમા મામલાે ફસાયેલાે હાેય તે નામાે અાવતીકાલ સુધીમા જાહેર થાય તેવી શકયતા છે.

ભાજપે જે 30 નામાે જાહેર કર્યા છે તેમા સાૈથી વધુ પ્રતિનિધીત્વ પટેલ સમાજને મળ્યું છે. પટેલ સમાજને 16 ટીકીટ અપાઇ છે. અા ઉપરાંત અનુજાતિના 3 અને અનુ જનજાતિના 1 ઉમેદવારને ટીકીટ અપાઇ છે. કાેંગ્રેસ દ્વારા ભલે નામ જાહેર કરાયા ન હાેય પરંતુ માેટાભાગના ઉમેદવારાેને ટેલીફાેન પર જ તેમની પસંદગીની સુચના અપાઇ ગઇ છે. અેટલુ જ નહી તેમને ફાેર્મ ભરવાનુ પણ કહી દેવાયુ છે. કાેંગ્રેસના ઉમેદવારાેની યાદી અાવતીકાલ બપાેર સુધીમા જાહેર થવાની શકયતા છે. કાેંગ્રેસમા પણ જિલ્લા પંચાયતની 4 સીટનાે મામલાે ગુંચવાયેલાે છે.

ટેલીફાેનિક સુચનાના અાધારે ફાેર્મ ભરી દેનાર કાેંગ્રેસના ઉમેદવારાેને અાવતીકાલે સાંજ સુધીમા મેન્ડેટ અાપી દેવામા અાવશે. ભાજપ દ્વારા તમામ 11 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાના ઉમેદવારાે પણ જાહેર કરી દેવામા અાવ્યા છે. જાે કે પાલિકાના કેટલાક વાેર્ડના નામ અાવતીકાલે જાહેર થશે. ફાેર્મ ભરવાની અંતિમ તારીખ અાડે હવે બે દિવસ બાકી બચ્યાં છે.

ત્યારે ઉમેદવારીપત્રાે ભરવા માટે ભારે ધસારાે થશે. અાજે અમરેલી નગરપાલિકા માટે અામ અાદમી પાર્ટીના 10 ઉમેદવારાેઅે પણ ફાેર્મ ભર્યા હતા. કાેંગ્રેસના માેટાભાગના નામાે તૈયાર છે અને ભાજપે નામ જાહેર કરી દીધા છે. ત્યારે હવે પંચાયત અને પાલિકાની ચુંટણીમા ભારે ગરમાવાે અાવ્યાે છે.

બે હારેલા અને બે જીતેલા રિપીટ, ત્રણ સ્થળે પત્નીને બદલે પતિને ટીકીટ
​​​​​​​ભારતીય જનતા પાર્ટીઅે અાજે જિલ્લા પંચાયતની ગત ચુંટણીમા ચાર ઉમેદવારને ટીકીટ રીપીટ કરી હતી. જે પૈકી બે ગત ચુંટણીમા હાર્યા હતા. જયારે બે જીત્યા હતા. અા ઉપરાંત ગત ચુંટણીમા હારી જનાર ત્રણ મહિલાના પતિને અા વખતે ટીકીટ અપાઇ છે.

અમરેલી પાલિકામાં ત્રણ વાેર્ડના નામ બાકી
ભારતીય જનતા પાર્ટીઅે અાજે અમરેલી નગરપાલિકાના જુદાજુદા અાઠ વાેર્ડના ઉમેદવારાે જાહેર કર્યા હતા. જયારે વાેર્ડ નંબર 2,7 અને 9ના નામાે હજુ ફાઇનલ થવાના બાકી હતા. કુંડલા યાર્ડમા પણ વાેર્ડ નં- 2 અને 8ના નામ જાહેર થવાના બાકી છે.

વધુ 88 ઉમેદવારીપત્રાે ભરાયા
અમરેલી જિલ્લામા પાલિકા અને પંચાયતની ચુંટણી માટે ગઇકાલ સુધીમા 57 ઉમેદવારીપત્રાે ભરાયા બાદ અાજે વધુ 88 ઉમેદવારીપત્રાે ભરાયા હતા. જેને પગલે અત્યાર સુધીમા કુલ 145 ઉમેદવારી નાેંધાઇ છે. 88 પૈકી 5 નગરપાલિકામા અાજે 36 ફાેર્મ, જિલ્લા પંચાયતમા 10 ફાેર્મ તથા તમામ તાલુકા પંચાયતના મળી 42 ફાેર્મ ભરાયા હતા. સાૈથી વધુ બગસરા તાલુકા પંચાયતમા 24 ફાેર્મ ભરાયા હતા.

કાેંગી ઉમેદવારાે ફાેર્મ ભરવા માંડયા
કાેંગ્રેસના ઉમેદવારાેને ટેલીફાેન પર જ ફાેર્મ ભરવાની સુચના અાપી દેવાઇ છે. જેને પગલે હજુ મેન્ડેટ અાવ્યાે ન હાેવા છતા કાેંગ્રેસના ઉમેદવારાેઅે ફાેર્મ ભરવાનુ શરૂ કરી દીધુ હતુ. અા ઉમેદવારાેને અાવતીકાલ સાંજ સુધીમા મેન્ડેટ અાપી દેવામા અાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો