તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સત્તા પરિવર્તન:બગસરા નાગરિક બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો સફાયો, 15માંથી 14 બેઠક કૉંગ્રેસ પ્રેરિત પેનલે કબજે કરી

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સત્તાધારી ભાજપ પ્રેરિત પેનલના ફાળે માત્ર એક બેઠક આવી

અમરેલીના બગસરા શહેરમાં આવેલી બગસરા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં સત્તાધારી ભાજપ પ્રેરિત પેનલનો સફાયો થયો છે. 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસ પ્રેરિક પેનલે 14 બેઠકો કબજે કરી છે. ભાજપ પ્રેરિત પેનલે માત્ર એક બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ બગસરામાં સહકારી સંસ્થામાં સત્તા પરિવર્તન થતા રાજકારણ ગરમાયું છે.

બગસરા નાગરિક સહકારી બેંક પર ભાજપ પ્રેરિત પેનલનો કબજો હતો. પરંતુ, ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલની કારમી હાર થતા સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. 15માંથી 14 બેઠક પર કૉંગ્રેસ પ્રેરિત પેનલનો વિજય થતા કૉંગ્રેસમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

વિધાનસભા ચૂંટણી પહેલા બગસરા ભાજપને ફટકોઆગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પૂર્વે જ બગસરાની સહકારી સંસ્થામાં ભાજપ પ્રેરિત પેનલે સત્તા ગુમાવવી પડી છે. સહકારી બેંકના પરિણાનો લઈ હાલ બગસરા તાલુકાની રાજનીતિ ગરમાઈ છે.

અન્ય સમાચારો પણ છે...