તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટિકિટનો કકળાટ:અમેરલી જિલ્લામાં ભાજપ આજે રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી શક્યતા, વિરોધ ડામવા ડેમેજ કંટ્રોલ શરૂ

અમરેલી15 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજી સુધી ઉમેવારનો નામની જાહેરાત કરી નથી. એવું માનવામાં આવી રહ્યું છેકે, ભાજપ દ્વારા આજે રાત્રે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી શકે છે. નોંધનીય છેકે, ભાજપની ટિકિટ લેવા માટે કાર્યકરો અને દિગ્ગજ નેતાઓના ટેકેદારો દ્વારા લોબિંગ કરવામાં આવતા અમરેલી જિલ્લા ભાજપ સંગઠન અને નેતાઓમાં ચિંતા વ્યાપી છે. ભાજપ સત્તાવાર રીતે ગઇકાલે રાત્રે જ ઉમેદવારોના નામ જાહેર કરવાનું હતું પરંતુ ટિકિટને લઇને કકળાટ શરૂ થતાં જિલ્લા ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કરી દીધો છે.

બીજી તરફ કોંગ્રેસ પણ કોના નામ જાહેર થાય તેની રાહ જોઇ રહી છે અને રાજકીય ગતિવિધિ પર નજર રાખી રહી છે. કોંગ્રેસ પણ અમરેલી જિલ્લામાં રાજકીય પ્લાનિંગ અને જ્ઞાતિ સમીકરણોના આધારે જ ચૂંટણી લડે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. તેવામાં ભાજપના ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત ક્યારે થશે તેની સૌ કોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યું છે. તો કાર્યકરોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.

ડેમેજ કંટ્રોલ શરૂ કરાયોમહાનગરપાલિકાની ચૂંટણીમાં જે પ્રકારને ઉમેદવારીને લઇને નારાજગી જોવા મળી હતી. તેને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લામાં ઉમેદવારોના નામની જાહેરાત કરતા પહેલાં જ ડેમેજ કંટ્રોલ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. કારણ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થતાં જ દિગ્ગજ નેતાઓના ટેકેદારો અને કાર્યકરો દ્વારા ટિકિટ માટે લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આમ તો સત્તાવાર રીતે ગઇકાલે રાત્રે જ ઉમેદવારનો નામ જાહેર કરવામાં આવવાના હતા પરંતુ નામ જાહેર થાય તે પહેલા જ કકળાટ શરૂ થતાં ડેમેજ કંટ્રોલ હાથમાં ધરાયું છે અને આજે રાત્રે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

50 ટકા ઉપરાંત નવા ચેહરા આવે તેવી શક્યતા ?સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 50 ટકા જેટલા નવા ચહેરાઓને તક આપવામાં આવી શકે છે. આ સાથે જ એ પણ જાણવા મળી રહ્યું છેકે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કાર્યકરોને ટિકિટ આપવાનું પણ અગાઉથી જ નક્કી કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો