વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ:અમરેલીના ચિતલ ગામે ભાજપ દ્વારા ટિફિન બેઠક યોજાઈ, સંગઠન મજબુત કરવા તૈયારીઓ આંરભી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ભાજપ પ્રમુખ, સાંસદ સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા
  • ગત વિધાનસભાની ચૂંટણીમાં પાંચેય બેઠકમાં ભાજપની હાર થઈ હતી

રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ તમામ પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ ભાજપ પક્ષ દ્વારા સંગઠન મજબુત કરવાને લઈ બેઠકો શરૂ કરવામાં આવી છે. આજે ચીતલ ગામે ભાજપ દ્વારા ટિફિન બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા સતત જિલ્લા ભરના સંગઠન સાથે દોડધામ કરી રહ્યા છે. દરરોજ બેઠકો યોજી રહ્યા છે. સંગઠનના કાર્યક્રમ પુરજોરશોરથી શરૂ કર્યા છે.

અમરેલીના ચિતલ ખાતે આજે ટિફિન મિટિંગ યોજાઈ હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, સાંસદ નારણ કાછડીયા સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સંગઠનના હોદ્દેદારો એકઠા થઇ ટિફિન બેઠક યોજી હતી. આ રીતે છેલ્લા ઘણા સમયથી ટિફિન બેઠકો યોજવામાં આવી રહી છે. કાર્યકર્તાના સંમેલન યોજાઈ રહ્યા છે. સક્રિય સભ્યો નોંધણી સહિત પેઈજ કમિટીઓ તૈયાર કરવામાં આવી રહી છે. હાલ તમામ બેઠકો ઉપર ફરજીયાત જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા ઉપસ્થિત રહી કાર્યકરો હોદ્દેદારો ઉપર મોનીટરીંગ અને માહિતી મેળવી રહ્યા છે.

2017ની વિધાન સભા ચૂંટણીમાં પાંચેય બેઠક પર ભાજપની હાર થઈ હતી. જેના કારણે હાઇકમાન્ડ અમરેલીના નેતાઓથી નારાજ થયું હતું. ત્યારે હાલ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા બન્યા બાદ વિધાન સભાની ચૂંટણીઓ પહેલીવાર આવી રહી છે ત્યારે ચૂંટણીના પરિણામ સારા આવે તે માટે ગ્રાઉન્ડ સુધી કામગીરી અત્યારથી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...