ચૂંટણી:સાવરકુંડલામાં યાદવાસ્થળી રોકવા ભાજપે નવો ચહેરો મેદાનમાં ઉતાર્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ ભાજપમાં જુદી- જુદી ભુમિકા ભજવતા મહેશ કસવાલાને કુંડલા મોકલાયા

સાવરકુંડલા લીલીયા સીટ પરથી ભાજપના અનેક દાવેદારો હતા. કોઇ એકને ટીકીટ અપાઇ તો બીજા જુથો નારાજ થાય તેમ હતા. જેથી ભાજપે તમામ જુથોને કોરાણે મુકી તદન નવા જ ચહેરા એવા મહેશ કસવાલાને સાવરકુંડલા સીટ પરથી ટીકીટ આપી છે. મહેશ કસવાલા મુળ સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામના વતની છે અને હાલમા અમદાવાદમા રહે છે. તેઓ પ્રદેશ ભાજપમા પ્રવકતા અને જુદીજુદી ભુમિકાઓ ભજવતા રહે છે.

ગત ચંુટણીમા પણ તેમણે અહીથી ટીકીટ માંગી હતી પણ ગજ વાગ્યો ન હતો. હાલમા સાવરકુંડલા ભાજપમા અનેક નાના નાના જુથો છે અને તે દરેકે ટીકીટ માંગી હતી. કોઇ એકને ટીકીટ મળે તો બીજાનો વિરોધ ઉભો રહે તેવી સ્થિતિ હોય આ કોઇ જુથમા ન હોય તેવા નવા ચહેરાને અહી મેદાનમા ઉતારાયો છે. મહેશભાઇ કસવાલા લેઉવા પાટીદાર સમાજમાથી આવે છે.

અન્ય સમાચારો પણ છે...