તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પક્ષ પલટો:ભાજપે વડીયાના સનાળી ગામના મહિલા સરપંચની ટિકિટ કાપતા કોંગ્રેસે એક જ દિવસમાં ટિકિટ આપી

અમરેલી19 દિવસ પહેલા
 • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અમરેલી જિલ્લામાં ભાજપમાંથી ચૂંટણી લડવા માટેનો ક્રેઝ આવ્યો હોય તેમ દાવેદારોનો રાફડો ફાટ્યો હતો અને મોટી સંખ્યામાં દરેક બેઠક પર ભાજપની ટિકિટો મંગાઇ હતી. જેમાં કોને ટિકિટ આપવીને કોને ટિકિટ ન આપવી, તે નિર્ણય લેવામાં પાર્ટી ચિંતામાં મુકાઇ હતી. ભાજપે વડીયાના સનાળી ગામમાં વર્ષો જુના ભાજપના કાર્યકર ચંદ્રિકાબેન મોવાલીયાની ટિકિટ કાપતાં તેમણે ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.

ગણતરીના કલાકોમાં પક્ષ પલ્ટોભાજપે વડીયાના સનાળી ગામના સરપંચ ચંદ્રિકાબેન મોવાલીયાની ટિકિટ કાપતાં રોષે ભરાયા હતા અને અંતિમ દિવસે ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. જોકે, કોંગ્રેસે ચંદ્રિકાબેન મોવાલીયાની આપી છે. જેમણે ગણતરીના કલાકોમાં કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી પત્ર રજૂ કરી દીધુ છે. મહિલા સરપંચ ચંદ્રિકાબેન મોવાલીયાએ ભાજપ છોડતા કોંગ્રેસનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. જોકે સ્થાનીક મતદારો હવે શું કરે તેના પર સૌ કોઇની નજર છે. રાજકારણમાં પોતાના વરચસ્વ માટે પક્ષ પલ્ટા થાય છે તે જગ જાહેર લોકો સારી રીતે જાણતા હોય છે.

ટિકિટ કપાઇ પણ, સ્વીકાર્યું નહીંચન્દ્રીકાબેન મોવાલીયાની ટિકિટ કપાઇ તેના કારણે કોંગ્રેસ પક્ષમાં આવ્યા અને ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું, પરંતુ મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, "ભાજપમાં 10 વર્ષથી મેં કામ કર્યું, પરંતુ અણ બનાવના કારણે કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર રજૂ કર્યું" પરંતુ મહિલા સરપંચ એવું ના બોલ્યા કે મારી ટિકિટ કપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો