સંગ્રામ પંચાયત ચૂંટણી-2021:90 % ગ્રામ પંચાયતમાં જીતનો ભાજપનો દાવો જ્યારે કોંગ્રેસે કહ્યું 80%માં અમારી જીત

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિણામ બાદ બન્ને મુખ્ય પક્ષે જીતના દાવા સાથે ખુશી વ્યક્ત કરી

અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની મતગણતરી પૂર્ણ થાય તે પહેલાં જ મુખ્ય બે પક્ષ ભાજપ અને કોંગ્રેસે પોતપોતાના ટેકેદારોના જીતના દાવા કર્યા છે. ભાજપે 90% ગ્રામ પંચાયત જીત્યાનો જ્યારે કોંગ્રેસે 80% ગ્રામ પંચાયત જીતવાનો દાવો કર્યો છે.ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે અમરેલીમાં મોડી સાંજે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ અંગે ખુશી વ્યક્ત કરી હતી.

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારની જનતાએ વિકાસ પર વિશ્વાસની મહોર લગાવી છે. અને અમરેલી જિલ્લાની 90% ગ્રામ પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સમર્પિત ઉમેદવારો વિજયી થયા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે જે રાજ્ય સરકારની પારદર્શક વિકાસની નીતિને ધ્યાને લઇ ગ્રામજનોએ ભાજપ સમર્થકો ઉમેદવારોને વિજય બનાવ્યા છે.જ્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણીએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાની 80 ટકા ઉપરાંત ગ્રામ પંચાયતમાં કોંગ્રેસની વિચારધારા ધરાવતા ઉમેદવારો વિજેતા થયા છે. ગ્રામ પંચાયતના પરિણામો રાજ્ય સરકારની નીતિને લપડાક સમાન છે. ગ્રામ્ય વિસ્તારની જનતાએ ભાજપને જાકારો આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...