આ રહ્યો હિસાબ:અમરેલીની રાજુલા બેઠકના ભાજપના ઉમેદવાર હિરા સોલંકી 45 કરોડના માલિક, કોંગ્રેસના ઉમેદવાર અંબરીષ ડેરની પણ 11 કરોડની સંપત્તિ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીઓને હવે આંગળના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે આજે આપડે વાત કરીશું અમરેલી જિલ્લાની રાજુલા બેઠકની જ્યાં ભાજપમાંથી હિરા સોલંકી, કોંગ્રેસમાંથી અંબરીષ ડેર અને આમ આદમી પાર્ટીમાંથી ભરત બલદાણીયા છે. આ બેઠક પર સૌથી વધુ સંપત્તિ ભાજપના ઉમેદવાર હિરા સોલંકીની છે.

રાજુલા બેઠકના ભાજપના ઉમેદવાર હિરા સોલંકીની સંપત્તિ કુલ 45 કરોડ 1 લાખ 67 હજાર 78 રુપિયા છે. કોંગ્રેસના ઉમેદવાર અંબરીષ ડેરની કુલ સંપત્તિ 11 કરોડ 16 લાખ 75 હજાર 653 છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત બલદાણીયાની કુલ સંપત્તિ 26 હજાર રુપિયા છે.

અન્ય સમાચારો પણ છે...