અંતિમ દિવસે પ્રચાર પ્રસાર પુરજોશમાં:'એક કમળ હું આપને અર્પણ કરું છું, એક તમે મોદીને અર્પણ કરજો'ના સૂત્રો સાથે અમરેલીમાં ભાજપના ઉમેદવારનો પ્રચાર

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે પ્રચારનો છેલ્લો દિવસ છે, ત્યારે અમરેલી જિલ્લામાં પ્રચારમાં છેલ્લી ઘડી સુધી નેતાઓ જોર લગાવી રહ્યાં છે. જેમાં રાજકીય પાર્ટીના લોકો દોડાદોડ કરી રહ્યાં છે. આજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થવાના છે. તેથી વહેલી સવારથી નેતાઓએ પ્રચાર કરવા પર જોર માંડ્યું છે. જેમાં અમરેલી શહેરના ભાજપના ઉમેદવાર કૌશીક વેકરિયાની આગેવાનીમાં વિશાલ સંખ્યામાં કમલમ રેલી કાઢવામાં આવી હતી. જેમાં અમરેલીના દિલીપ સંઘાણી, ડો.ભરત કાનાબાર સહિતના નેતાઓ જોડાયાં હતા.
​​​​​​​વેપારીઓ સાથે ડોર ટુ ડોર પ્રચાર
કૌશીક વેકરીયાએ શહેરીજનોને કમળનું ફૂલ અર્પણ કરી જન સમર્થન માંગ્યું હતું. એક કમળ હું આપને અર્પણ કરું છું એક કમળ તમે મોદીને અર્પણ કરજોના સૂત્રો સાથે વેપારીઓ સાથે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. અમરેલીના વેપારીઓ દ્વારા પુષ્પવૃષ્ટિ કરી ફુલહાર પહેરાવી અને આશીર્વાદ આપ્યા હતા અને રેલી સ્વરૂપે કેસરીયો માહોલ સર્જી દીધો છે. આજે અંતિમ દિવસે સમગ્ર અમરેલી શહેરના લોકો અને વેપારી વચ્ચે ભાજપના નેતાઓ ફરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...