મધ રાતે પૂતળા દહન:પંજાબમાં PM મોદીની સુરક્ષામાં ચૂક રહેવાના મામલે રાજુલામાં મધ રાતે ભાજપ દ્વારા કોંગ્રેસનું પૂતળા દહન કરાયું

અમરેલી10 દિવસ પહેલા
  • રાજુલા ભાજપ દ્વારા હનુમાન ચાલીસા કરી કોંગ્રેસનું પૂતળા દહન કરાયું

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પંજાબમાં લોકાર્પણ કાર્યક્રમમાં જતા હતા ત્યારે વચ્ચે સુરક્ષામાં મોટી ચૂક રહેતાં 20 મિનિટ સુધી કાફલો ઉભો રહ્યો હતો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પહોંચી કહ્યું, હું બચી ગયો. પંજાબના મુખ્યમંત્રીનો આભાર કહેતા સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર ભાજપમાં ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે. અમરેલી શહેરમાં ગઈકાલે ભાજપ દ્વારા હવન કર્યો હતો. ત્યારબાદ મોડી રાતે રાજુલા શહેરમાં હનુમાન ચાલીસાના પાઠ કરી કોંગ્રેસ સરકારને સ્તબુદ્ધિ આપવા માટે પ્રાર્થના કરાઇ હતી અને છેલ્લે યુવા ભાજપ દ્વારા કોંગ્રેસનું પૂતળા દહન કરી રોષ વ્યકત કર્યો.

યુવા ભાજપ દ્વારા કોંગ્રેસનું પૂતળા દહન કરી અને સુત્રોચાર કરી પંજાબની કોંગ્રેસ સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. જેમાં પ્રદેશ ભાજપના અગ્રણી રાજુલા ભાજપ યુવા મોરચા સહિત હોદેદારો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પંજાબની ઘટનાને વખોડી કાઢી હતી.

રાજુલા શહેર ભાજપ મહામંત્રી મહેન્દ્રભાઈ ધાખડાએ જણાવ્યું હતુ કે, પંજાબમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસના કામો કરવા જતાં હતા ત્યારે ત્યાંની કોંગ્રેસ સરકારની હલકી માનસિકતા જેને વડાપ્રધાનના કાફલાને 20 મિનિટ રોકી દીધા હતા. તેની સામે આજે અમે કોંગ્રેસનું પૂતળા દહન કાર્યક્રમ યોજી સખત શબ્દોમાં વખોડી કાઢીયે છીએ અને કોંગ્રેસને સ્તબુદ્ધિ ભગવાન રામ આપે તે માટે અમે હનુમાન ચાલીસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...