રાજીનામું:વડિયામાં ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખનું રાજીનામું

વડીયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમયના અભાવનું કારણ અપાયું : ચોક્કસ શું કારણ ? ચર્ચા

વડીયા- કુંકાવાવ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ ચુડાસમાએ સમયના અભાવનું કારણ આપી પાર્ટમાંથી રાજીનામું આપી દીધું હતું. પણ લોકોના કામ ન થતા હોવાથી અસંતોષ હોવાની ચર્ચાઓ તેજ બની હતી.બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ ચુડાસમાએ વાતચીતમાં જણાવ્યું હતું કે તાલુકાના તમામ ગામોના સરકારી કામકાજ માટે આવતા લોકોને નિરાશ થવું પડે છે. વડિયા મામલતદાર કચેરી ખાતે ગરીબ પરિવારોને રેશનકાર્ડની કામગીરીમાં તકલીફો વેઠવી પડે છે. બક્ષીપંચ મોરચાના પ્રમુખ હોવાથી લોકો પોતાની વેદના લયને આવે છે.

પરંતુ વડિયા પુરવઠા વિભાગના મામલતદાર દ્વારા ઉદ્ધાતાઈ ભર્યું વર્તન કર્યાના આક્ષેપો કર્યા હતા. જ્યારે અમે સાથે હોય છતાં પણ કામગીરી થતી નથી.જો કે અગાઉ પણ વડીયા તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી શૈલેષ ઠુંમર સાથે તંત્રના અધિકારીઓ વચ્ચે તું તું મે મે જોવા મળી હતી. આ અંગે ઉચ્ચકક્ષાએ મામલો પહોંચ્યો હતો. ત્યારે હવે બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ ચુડાસમાએ સમયનું કારણ આપી જિલ્લા બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રુખ રજુભાઈ ભૂતૈયાને લેખિત રાજીનામું ધરી દીધું હતું. પણ શહેરમાં ચોક્કસ કારણની ચર્ચાઓ તેજ બની હતી.

અન્ય સમાચારો પણ છે...