કડકડતી ઠંડી:અમરેલીમાં કડકડતી ઠંડી, પારો 13.8 ડિગ્રી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠારથી બચવા ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો

અમરેલી પંથકમા પાછલા ત્રણેક દિવસથી શિતલહેર ફરી વળી છે. ગઇકાલે તો પવનના સુસવાટા અને કાતિલ ઠંડીથી જનજીવન પણ પ્રભાવિત થયુ હતુ. જો કે આજે પવન ધીમો પડતા લોકોએ રાહત અનુભવી હતી. આજે શહેરનુ ન્યુનતમ તાપમાન 13.8 ડિગ્રી રહ્યું હતુ.

શહેરમા આકરી ટાઢથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. વહેલી સવારે ઠારના કારણે તો જનજીવન મોડુ ધબકતુ થાય છે. આજે પણ શહેરનુ ન્યુનતમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે મહતમ તાપમાન 28 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 62 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 7.6 કિમીની નોંધાઇ હતી. આજે સવારથી પવનની ગતિ ધીમી પડતા લોકોએ રાહત જરૂર અનુભવી હતી. જો કે કડકડતી ઠંડી હજુ પણ જોવા મળી રહી છે. જેના કારણે લોકોને ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લેવાની ફરજ પડી રહી છે. શહેરનુ મહતમ તાપમાન પણ નીચુ રહેતુ હોય આખો દિવસ વાતાવરણમા ટાઢોડુ છવાયેલુ રહે છે. આગામી દિવસોમા કાતિલ ઠંડીમા થોડી રાહત થાય તેવી પણ શકયતા જોવાઇ રહી છે. અમરેલી જિલ્લામાં સીઝનમાં એવા દિવસો પણ રહ્યાં છે કે, તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે સરકી ગયો હતો અને લોકો આકરી ઠંડી અનુભવી રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...