તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માળા વિતરણ:તાઉતે વાવાજોડા બાદ રાજુલા શહેરમાં ચકલીના માળાનુ વિતરણ પક્ષી પ્રેમીઓ જોડાયા

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા પોલીસ સ્ટેશનચોક ખાતે ચકલીના માળાનુ દિવસભર વિતરણ કરાયુ

અમરેલી જિલ્લામાં તાઉતે બાદ વૃક્ષોમાં રહેલા અનેક પક્ષીના માળાઓ ઉડી ગયા જેના કારણે પક્ષીઓ ચકલીઓ લુપ્ત ન થાય તે માટે રાજુલા શહેરમાં નેચરલ કલબ દ્વારા પક્ષીઓ માટે ચકલીના માળાનુ વિતરણ કરાયુ છે. શહેર પોલીસ સ્ટેશન ચોક ખાતે સ્ટોલ રાખી આજના દિવસે પક્ષી પ્રેમીઓ દ્વારા માળા વિતરણ કરાયા હતા.

કેટલાક દાતાઓના સહયોગથી આ ચકલી માળા વિતરણ કરાયા હતા. જેમા વિપુલ લેહરી,મનસુખ વાઘેલા,અશોક સાખટ જેવા જીવ દયાપ્રેમી સહિત લોકો જોડાયા હતા. કુલ 3 હજાર જેટલા માળા વિતરણ કરી ભરી ચકલીઓનો અવાજ સાંભળવા માટે પ્રયાસ કરાયો છે. જ્યારે નગરપાલિકા પૂર્વ પ્રમુખ ચિરાગ જોશી દ્વારા આ સંસ્થાને બિરદાવી પ્રશંશા કરાય હતી.

કુલ 3 હજાર જેટલા માળાનુ વિતરણ કરી અભિયાન ઉપાડયુ રાજુલા નેચરલ કલબ દ્વારા 3 હજાર માળા વિતરણ કરી ચકલી અભિયાન ઉપાડ્યુ છે. આજે અનેક શહેરીનનો રાહદારીઓ આ ચકલી માળા પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...