તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રએ રાહતનો શ્વાસ લીધો:ખાખબાઇ ગામે મરઘાના મોતની ઘટનામાં બર્ડ ફ્લુનો રિપોર્ટ નેગેટિવ

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • હજુ સુધી જિલ્લામાં બર્ડફલૂનો એક પણ કેસ નહી

રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે મૃત્યુ પામેલ મરઘાના બર્ડફલૂના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જિલ્લામાં સાવરકુંડલા અને ખાખબાઈના એમ બંને ગામના સેમ્પલ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉપરાંત આગાઉ બર્ડફલૂ સામે લડત આપવા માટે પશુપાલન વિભાગ અને વન વિભાગ દ્વારા ડેમ અને તળાવ વિસ્તારમાંથી પક્ષીઓની ચરકના નમુના લેવાયા હતા.

કોરોના મહામારીની સાથે સાથે બર્ડફલૂની દહેશત જોવા મળે છે. પક્ષીઓમાં ફેલાતા રોગ સામે વન અને પશુપાલન વિભાગને સજ્જ કરાયા છે. થોડા સમય પહેલા રાજુલાના ખાખબાઈ ગામે પ્રથમ 10 મરઘા અને બાદમાં 3 મરઘા મળી કુલ 13 મરઘાના મોત થયા હતા. જેના કારણે અમરેલી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા મરઘાના સેમ્પલ પુના રેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

અમરેલી જિલ્લા પશુપાલન અધિકારી ડો.ભાડજાએ જણાવ્યું હતું કે ખાખબાઈમાંથી લેવાયેલ મૃતક મરઘાના સેમ્પલમાં બર્ડફલૂ નેગેટિવ આવ્યો છે. ઉપરાંત સાવરકુંડલાના નાવલી કાંઠેથી 6 મરઘાના સેમ્પલ લેવાયા હતા. તે પણ હાલ નેગેટિવ આવેલ છે. 150 જેટલા પક્ષીઓના લેવામાં આવેલ ચરકના રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો