તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાજુલાના હિંડોરણામાંથી 4.12 લાખનું બાયો ડિઝલ સીઝ કરાયું, જમીનમા ટેન્ક દાટી પંપથી જથ્થો ખેંચાતો હતો

અમરેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજુલા પંથકમા બાયો ડિઝલનુ ગેરકાયદે વેચાણ મોટા પ્રમાણમા થઇ રહ્યું છે. અવારનવાર ગેરકાયદે બાયો ડિઝલ ઝડપાવા છતા આ નેટવર્ક અટકવાનુ નામ લેતુ નથી. આજે રાજુલાના હિંડોરણામાથી બાયો ડિઝલનો ગેરકાયદે પંપ ઝડપી તંત્રએ 4.12 લાખનો મુદામાલ કબજે લીધો હતો. આજે રાજુલા નજીક જાફરાબાદ રોડ પર હિંડોરણામાથી આ જથ્થો ઝડપાયો હતો.

સ્થાનિક મામલતદાર તથા પોલીસને અહીનો રફિક અબાભાઇ ગાહા નામનો શખ્સ બાયો ડિઝલનુ ગેરકાયદે વેચાણ કરે છે તેવી બાતમી મળી હતી જેને પગલે તંત્ર દ્વારા અહી દરોડો પાડવામા આવ્યો હતો. આ શખ્સે અહી બાયો ડિઝલના ગેરકાયદે વેચાણ માટે રીતસર પંપ ખડકી દીધો હતો. એટલુ જ નહી જમીનમા વિશાળ ટેન્ક દબાવી પંપ મારફત તેમા બાયો ડિઝલ ખેંચવામા આવતુ હતુ. અહીથી તંત્રએ 5535 લીટર બાયો ડિઝલનો શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો