અકસ્માત:કાનાતળાવ નજીક ટ્રક હડફેટે બાઇક ચાલક યુવકનું મોત; એકને ઇજા, ટ્રક ચાલક નાસી છુટયો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સાવરકુંડલામા રહેતા બે યુવકો પોતાનુ મોટર સાયકલ લઇને દિતલા ગામે કેરીના બગીચે જતા હતા ત્યારે કાનાતળાવના પાટીયા પાસે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે અકસ્માત સર્જતા એક યુવકનુ મોત નિપજયું હતુ. જયારે અન્ય એક યુવકને ઇજા પહોંચતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.

અકસ્માતની આ ઘટના સાવરકુંડલાના કાનાતળાવ નજીક બની હતી. સાવરકુંડલામા રહેતા અજયભાઇ ભનુભાઇ પરમાર અને પિયુષભાઇ જેન્તીભાઇ પરમાર નામના બંને શખ્સો પોતાનુ મોટર સાયકલ નંબર જીજે 16 એચ 0380 લઇને દિતલા ગામે કેરીના બગીચે જવા માટે નીકળ્યાં હતા. તેઓ હાથસણી રોડ પર કાનાતળાવના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક નંબર જીટીજી 0833ના ચાલક ઉગાભાઇ મેરામભાઇ મેારીએ બાઇક સાથે અકસ્માત સર્જયો હતો.

અકસ્માતમા અજયભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનુ મોત નિપજયું હતુ. જયારે પિયુષભાઇને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યા હતા. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છુટયો હતો. બનાવ અંગે મિથુનભાઇ ભનુભાઇ પરમારે સાવરકુંડલા તાલુકા પેાલીસ મથકમા અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ પીએસઆઇ એન.એ.વાઘેલા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...