દુર્ઘટના:ઓળીયા નજીક બસ હડફેટે બાઇક ચાલક યુવકનું મોત

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાઇકમાં મામાના ઘરે અમરેલી જવા નીકળ્યો"તો

સાવરકુંડલામા શ્રમજીવીનગરમા રહેતા ચંદ્રેશભાઇ મગનભાઇ વાઘેલા (ઉ.વ.24) નામનાે યુવાન ગઇકાલે બપાેરના સુમારે પાેતાનુ બાઇક લઇને અમરેલી મામાના ઘરે જવા માટે નીકળ્યાે હતાે. અા યુવક બાઇક લઇને અાેળીયા ગામ નજીક પહાેંચ્યાે ત્યારે અજાણ્યા લકઝરી બસના ચાલક તેની સાથે અકસ્માત સર્જયાે હતાે.

અકસ્માતને પગલે ચંદ્રેશભાઇને ગંભીર ઇજા પહાેંચતા 108 અેમ્બ્યુલન્સની મદદથી પ્રથમ સારવાર માટે સાવરકુંડલા સરકારી દવાખાને ખસેડાયાે હતાે. જયાંથી વધુ સારવાર માટે ભાવનગર સરટી હાેસ્પિટલ ખાતે રીફર કરાયાે હતાે. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યાે હતાે. બનાવ અંગે મૃતક યુવકના ભાઇ અલ્પેશભાઇઅે અજાણ્યા લકઝરી બસના ચાલક સામે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. બનાવની વધુ તપાસ પીઅેસઅાઇ અેન.ઝેડ.ભાેયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...