અકસ્માત:બાબરા નજીક ટ્રેકટર હડફેટે બાઇક ચાલકનું મોત,1 ને ઇજા

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અકસ્માત સર્જી ટ્રેકટર ચાલક નાસી ગયો

મુળ દાહોદના અને હાલ માણેકવાડામા રહી ખેતમજુરી કામ કરતા બે યુવક બાઇક લઇને જઇ રહ્યાં હતા ત્યારે બાબરાથી ત્રણેક કિમી દુર ટ્રેકટર ચાલકે અકસ્માત સર્જતા એક યુવકનુ મોત થયુ હતુ. જયારે એકને ઇજા પહોંચતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.સુરમલભાઇ ચેતાનભાઇ માંડોદ (ઉ.વ.21) નામના યુવકે બાબરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ જાંબુભાઇ પ્રતાપભાઇ ડામોર સાથે મોટર સાયકલ નંબર જીજે 03 જીએન 7864 લઇને ગોંડલથી ચાવંડ જતા હતા.

ત્યારે બાબરાથી ત્રણેક કિમી દુર અલખધણી ગૌશાળા પાસે પહોંચ્યા ત્યારે ટ્રેકટર ચાલકે તેની સાથે અકસ્માત સર્જયો હતો.અકસ્માતમા જાંબુભાઇને ગંભીર ઇજા પહોંચતા તેનુ મોત નિપજયું હતુ. અકસ્માત સર્જી ટ્રેકટર ચાલક નાસી છુટયો હતો. બનાવ અંગે પીએસઆઇ એચ.એચ.સેગલીયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...