રશિયા-યુક્રેન યુદ્ધ:સાઇકલ રીપેરીંગનો ધંધો કરતા પિતાએ પુત્રને ડોકટર બનવા યુક્રેન મોકલ્યો પણ હવે ભાવિ અંધકારમય બન્યું

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાઇકલ સ્ટોર ધરાવતા આધેડનો પુત્ર યુક્રેનથી પરત ફરવાની રાહમાં - Divya Bhaskar
સાઇકલ સ્ટોર ધરાવતા આધેડનો પુત્ર યુક્રેનથી પરત ફરવાની રાહમાં
  • અભ્યાસ માટે 15 લાખની લોન લીધી પણ હવે પુત્ર ડોકટર બનશે કે કેમ તેની ચિંતા
  • હાલમાં પોલેન્ડ પોર્ડર પર અન્ય છાત્રો સાથે પરત ફરવાની રાહમાં

અમરેલી જિલ્લામાથી માેટી સંખ્યામા છાત્રાે અેમબીબીઅેસનાે અભ્યાસ કરવા માટે યુક્રેન અને રશીયા ગયા છે. પરંતુ અચાનક જ યુધ્ધની સ્થિતિ સર્જાતા અા છાત્રાેના ભવિષ્ય સામે અંધકાર છવાયાે છે. અમરેલીમા સાયકલ પંકચર કરવાની દુકાન ધરાવતા અાધેડે રૂપિયા 15 લાખની લાેન લઇ પાેતાના પુત્રને ડાેકટર બનવા માટે યુક્રેન માેકલ્યાે છે. પરંતુ હવે યુધ્ધની સ્થિતિનુ નિર્માણ થતા તેનાે પુત્ર પરત અાવવા નીકળ્યાે છે. પિતાને માેટી ચિંતા અે સતાવી રહી છે કે અા સ્થિતિમા પુત્ર ડાેકટર બની શકશે કે કેમ ?.

અમરેલી અંજલિ મુકેશભાઈ વસાણી યુક્રેન.
અમરેલી અંજલિ મુકેશભાઈ વસાણી યુક્રેન.

અમરેલીમા સુખનાથપરામા રહેતા સુરેશભાઇ રામાણી સાયકલ પંકચર કરવાની દુકાન ચલાવે છે. સાધારણ સ્થિતિમા પણ તેમણે પુત્ર દર્શીતને ડાેકટર બનાવવાનુ સપનુ જાેયુ છે. અા માટે તેણે પુત્ર દર્શીતને અેમબીબીઅેસનાે અભ્યાસ કરવા યુક્રેન માેકલ્યાે છે. સાધારણ સ્થિતિના કારણે નાણાની પુરતી સગવડતા ન હાેય તેમણે બેંકમાથી રૂપિયા 15 લાખની લાેન લીધી છે. થાેડા દિવસ પહેલા જ તેણે પુત્રને રૂપિયા 77 હજાર માેકલ્યા હતા. હાલમા દર્શીત અેમબીબીઅેસના બીજા વર્ષમા અભ્યાસ કરી રહ્યાે છે.

અમરેલી દર્શન પ્રવીણ વશરા યુક્રેન.
અમરેલી દર્શન પ્રવીણ વશરા યુક્રેન.

અહી પાેતાના અાઠ મિત્રાે સાથે ચાર રૂમ ભાડે રાખ્યા છે જેમા તમામ સાથે રહે છે. પરંતુ અચાનક યુધ્ધની સ્થિતિ સર્જાતા બે દિવસ અને બે રાતનાે સંઘર્ષ કરી માંડ માંડ પાેલેન્ડ બાેર્ડરે પહાેંચ્યા હતા. અહીના વિદ્યાર્થીઅાેઅે અેકબીજાની મદદ કરી હતી. હવે સુરેશભાઇ રામાણી પાેતાનાે પુત્ર ઝડપથી પરત ફરે તેની રાહમા છે. અેટલુ જ નહી તેમણે બે વર્ષમા તગડાે ખર્ચ પણ કર્યાે છે.

યુધ્ધની સ્થિતિના પરિણામે હવે ત્યાં ફરી પુર્વવત સ્થિતિ કયારે થાય ? તેમનાે પુત્ર હવે ફરી કયારે અભ્યાસ માટે યુક્રેન જઇ શકશે ? અને અભ્યાસ પુરાે થાય તેવી સ્થિતિ ત્યાં હશે કે કેમ ? વિગેરે સવાલાે તેમને સતાવી રહ્યાં છે. થાેડા સમય પહેલા પુત્રના ઉજ્જળ ભાવિનુ સપનુ જાેતા સુરેશભાઇને હવે હાલ તુર્ત તાે ભાવિ અંધકારમા ધકેલાયાનાે વસવસાે છે.

સનાળીનાે યુવક યુક્રેનથી પરત ફરતા પરિવારમાં ખુશી
યુક્રેનથી હેમખેર પરત ફરેલા શિવ ગજેરાઅે જણાવ્યું હતુ કે હું ચેન્સીવીસ્ટી શહેરમા અેમબીબીઅેસના ત્રીજા વર્ષમા અભ્યાસ કરૂ છું. અહી યુધ્ધની સ્થિતિ સર્જાઇ હતી. જાે કે અમે અન્ય છાત્રાે સાથે રાેમાનીયા બાેર્ડર સુધી પહેાંચ્યા હતા અને ચાર કિમી સુધી ચાલવુ પડયુ હતુ. જાે કે ત્યાંથી સલામત રીતે અમે ભારત પહાેંચી ગયા હતા. અને ગઇકાલે હું મારા વતન સનાળી હેમખેમ પહાેંચી ગયાે હતાે. શિવ ગજેરાના પિતા હયાત નથી. શિવ ઘરે પહાેંચતા માતા સહિત પરિવારે રાહતનાે શ્વાસ લીધાે હતાે.

અમરેલી જયદીપ રજનીભાઇ બુધેલીયા યુક્રેન
અમરેલી જયદીપ રજનીભાઇ બુધેલીયા યુક્રેન
ધારી સંકેત કથીરિયા યુક્રેન
ધારી સંકેત કથીરિયા યુક્રેન
અમરેલી ઋત્વિજસિંહ પરમાર યુક્રેન
અમરેલી ઋત્વિજસિંહ પરમાર યુક્રેન
કુંડલા ઋત્વિક પ્રવીણભાઈ યુક્રેન
કુંડલા ઋત્વિક પ્રવીણભાઈ યુક્રેન
ધારી મોઇન ફિરોજ પઠાણ યુકેન
ધારી મોઇન ફિરોજ પઠાણ યુકેન

48 કલાક છાત્રાેને ઉભા રખાયા બાદ 40 કિમી દુર બીજી સરહદે માેકલાયા
અમરેલી માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રવિણભાઇ વસરાઅે જણાવ્યું હતુ કે તેનાે પુત્ર દર્શન અન્ય છાત્રાે પાેલેન્ડની બાેર્ડર પર 48 કલાક ઉભા રહ્યાં હતા. અને 40 કિમી દુર બીજી સરહદે માેકલાયા હતા. જાે કે ત્યાંથી અા છાત્રાે પ્લેનમા બેસી અાજે દિલ્હી પહાેંચી ગયા હતા.

ચાર વિદ્યાર્થીઓ હંગેરી બાેર્ડર પર પહાેંચ્યા
અમરેલીના શિક્ષક અાનંદભાઇ ભટ્ટનાે પુત્ર રાજદીપ તેમજ અન્ય ત્રણ છાત્ર સાથે ભારત અાવવાની રાહમા છે. કુલ ચાર છાત્રાે પાછલા ત્રણ દિવસથી હંગેરી બાેર્ડર પર સંઘર્ષ કરી રહ્યાં છે. સરકાર દ્વારા અહી ફલાઇટની વ્યવસ્થા થાય અેટલે ચારેય છાત્રાે વતન પરત ફરશે.

હજુ 19 વિદ્યાર્થીઓ યુધ્ધગ્રસ્ત ક્ષેત્રમાં ફસાયા
​​​​​​​અમરેલી જિલ્લામાથી યુક્રેન અને રશીયા અેમ બંને દેશાેમા છાત્રાે અભ્યાસ માટે ગયા છે. અને હાલમા અા બંને દેશાે વચ્ચે જ ભીષણ જંગ ચાલી રહ્યાે છે. હજુ અમરેલી જિલ્લાના 19 છાત્રાે પરત ફરી શકયા નથી. અત્યાર સુધીમા 8 છાત્રાે પરત અાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...