આયોજન:ભુરખિયામાં 7282 ચો.મી.માં ગદા આકારનો બગીચો બનશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના અન્ય સાત ધાર્મિક સ્થળોનો વિકાસ કરવા અંગે ચર્ચા કરાઇ : પ્રવાસન વિકાસ સમિતીની બેઠક મળી

અમરેલીમા અાજરાેજ કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સમિતીની બેઠક મળી હતી. અગાઉ ભુરખીયા હનુમાન મંદિરને વિકસાવવા 2.11 કરાેડની ગ્રાંટ ફાળવાઇ હતી. ભુરખીયામા 7282 ચાે.મીમા ગદા અાકારની ડિઝાઇનવાળાે બગીચાે બનશે જેનુ કામ પુર્ણતાને અારે છે. અા ઉપરાંત જિલ્લાના અન્ય સાત ધાર્મિક સ્થળાેનાે વિકાસ કરવા અંગે પણ ચર્ચા કરવામા અાવી હતી. કલેકટર ગાૈરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમા રાજય સરકાર દ્વારા ફાળવવામા અાવેલ ગ્રાંટમાથી થયેલ ખર્ચની વિગતાે તેમજ લાઠીના ભુરખીયામા હનુમાન મંદિરે થઇ રહેલા વિકાસ કામાેની ચર્ચા કરાઇ હતી.

કલેકટરે ભુરખિયા ખાતેના કામો માટે નિમાયેલા આર્કિટેક્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્લાન અને ડિઝાઈનની સમીક્ષા કરી હતી. હાલ આ કામો અંદાજે 85 ટકા જેટલા પૂર્ણ થયા છે. હાલ ચાલુ કામોની સમયાંતરે આકસ્મિક તપાસ કરવા અને કામોમાં વપરાતી ચીજવસ્તુઓની ગુણવતાની ચકાસણી કરવા અધિકારીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત ટૂંક સમયમાં સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લેવા ઈચ્છા વ્યક્ત કરી હતી.

બેઠકમાં ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમરે રજુઆત કરતા જણાવ્યું હતું કે ભુરખિયા એક પ્રસિધ્ધ યાત્રાધામ હોવાથી લાંબા રૂટની એસ.ટી. બસોની ફ્રિકવન્સી વધશે તો મહાનગરોમાંથી પણ બહોળા પ્રમાણમાં પ્રવાસીઓ આવતા થશે. આ ઉપરાંત ધારાસભ્યએ ભુરખીયાની સાથે સાથે બાબરામાં પણ વિવિધ યાત્રાધામોનો વિકાસ કરવા વિગતવાર ચર્ચા કરી હતી.

નોંધનીય છે કે ભુરખિયા મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા 2.11 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. મંદિરની સામે 1.77 કરોડના ખર્ચે બગીચો અને 32 લાખના ખર્ચે પુલ બનાવવાની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે. 7282 ચો.મી. બગીચાની ડિઝાઇન ગદા આકારની બનાવવાની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે.

અમરેલી જિલ્લામાં 7 ધાર્મિક સ્થળાેનાે વધુ વિકાસ કરાશે
ભુરખીયા હનુમાન મંદિરની સાથે સાથે અમરેલી શહેરના આભૂષણ સમાન રાજમહેલ, નાના ભંડારીયાના અંબાજી માતાના મંદિર, બગસરાના સુડાવડના ખોડિયાર મંદિર, વડિયાના હનુમાન ખીજડીયા નજીકના હૈડા ડુંગર, રાજુલાના પીપાવાવના રણછોડરાયજી મંદિર, બાબરાના ગરણીના ગરણેશ્વર મહાદેવ મંદિર અને સાવરકુંડલાના મિતીયાળાનો પ્રવાસન ક્ષેત્રે વધુ વિકાસ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...