તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર્શન બંધ:લાઠી તાલુકાનું યાત્રાધામ ભુરખીયા હનુમાન મંદીર વધુ 10 દિવસ સુધી બંધ રહેશે

અમરેલી12 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં આવેલ લાઠી તાલુકાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખીયામાં 30 એપ્રિલ સુધી લોકડાઉન રાખ્યું હતુ. ત્યારે ફરી ભુરખીયા ટ્રસ્ટી મંડળ, પૂજારી, સમસ્ત ગ્રામજનો દ્વારા 10 મે સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમજ ઘરે બેઠા યુટ્યુબ ઉપર ભુરખીયા દાદાની વેબસાઈટ પર લાઈવ દર્શન આરતી જોઇ શકાશે.

તાકીદે ફરી નિર્ણય લઈ વધુ 10 દિવસ સુધી મંદીર બંધ

કોરોના સંક્રમણને અટકાવવા ધાર્મિક સંસ્થાઓ પણ વધુ સક્રિય થઈ છે. અને ભુરખીયા હનુમાન મંદીરમાં સૌરાષ્ટ્રભરના દર્શનાર્થે આવતા હોવાને કારણે વધુ મોટા પ્રમાણમાં ભીડ થતી હતી. ત્યારે તાકીદે ફરી નિર્ણય લઈ વધુ 10 દિવસ સુધી મંદીર બંધ રહેશે.

રાજુલામાં આજ અને આવતી કાલ લોકડાઉન રહેશે

રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વધુ એક વખત બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેમાં શનિવાર અને રવિવાર બંધ રખાયું છે. તેમાં આવશ્યક ચીજ વસ્તુને બાદ કરતા સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવ્યું છે. તથા અગાઉ બે અઠવાડિયા બંધ રાખવામાં આવ્યું હતુ. ત્યારે આજે અને આવતી કાલે રાજુલા બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો