તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્ધાટન:અમરેલી ડેરી સાયન્સ કોલેજ ખાતે હોસ્ટેલનું ભૂમિપુજન, ગામડાના છાત્રોને ફાયદો થશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાવિદ્યાલય ખાતે કેબિનેટ મંત્રીના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું

અમરેલીના શેડુભાર નજીક આવેલી કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર સાથે સંકળાયેલી ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય ખાતે કેબિનેટમંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે હોસ્ટેલનું ભૂમિપુજન કરવામાં આવ્યું હતું. અહીં આધુનિક સગવડ સાથે હોસ્ટેલ નિર્માણ પામશે. ત્યારે ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને ફાયદો થશે.

અમરેલીમાં હોસ્ટેલના ભૂમિપુજન સમયે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે કામધેનુ યુનિવર્સિટીમાં ચલાવવામાં આવતા અભ્યાસક્રમોના લીધે ગામડામાં રોજગારી અને આર્થિક અર્થતંત્ર મજબૂત બને એ દિશામાં પ્રયત્ન જરૂરી છે. તેમજ કૃષિ યુનિવર્સિટીના કેમ્પસ, ડેરી સાયન્સ જેવા અભ્યાસક્રમો અને મત્સ્યોદ્યોગ જેવા વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.

કેન્દ્રીયમંત્રી પરસોતમભાઇ રૂપાલાએ કાર્યક્રમમાં ઓનલાઈનના માધ્યમથી જોડાઈ જણાવ્યું હતું કે કૃષિ અને પશુપાલનને લગતી વિવિધ કોલેજો કામધેનુ યુનિવર્સિટી સાથે જોડાઈ એ આનંદનો વિષય છે. આ ઉપરાંત હોસ્ટેલનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.

ગુજકોમાસોલાના ચેરમેન દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યું હતું કે જિલ્લા બહાર અને ગામડાના વિદ્યાર્થીઓને હોસ્ટેલની સુવિધા મળશે. જેના કારણે ખર્ચ અને સમયનો વ્યય થતો પણ અટકશે. આ તકે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, સાંસદ નારણભાઇ કાછડીયા, કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ કેલાવાલા, ડો.ડી.બી.પાટીલ, ડેરી સાયન્સ કોલેજના ડીન રામાણી અને ભાવિક પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...