શાળાનું નિર્માણ:રાજુલાના રામપરા વૃંદાવનબાગ ખાતે કન્યા છાત્રાલય અને શાળાનું મોરારિબાપુના હસ્તે ભૂમિપૂજન કરાયું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 કરોડના ખર્ચે આધુનિક શાળા અને છાત્રાલય નિર્માણ પામશે

રાજુલા તાલુકાના રામપરા વૃંદાવનબાગ ખાતે લાલજી ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નવનિર્મિત કન્યા કુમાર છાત્રાલય અને શાળાનું મોરારીબાપુના હસ્તે ભૂમિપુજન કરાયું હતું. આ પ્રસંગે સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા. અહી સંતોના સામૈયા કરાયા હતા.

રામપરા વૃંદાવન બાગ ખાતે 7 કરોડના ખર્ચે આધુનિક શાળાનું નિર્માણ કરાશે. અહી એક વર્ષ પહેલા વંદાવન બાગના વિકાસ માટે મોરારીબાપુએ કથા કરી હતી. જેની આવકમાંથી 75 લાખનો ચેક આ સંસ્થાના વિકાસ માટે મોરારીબાપુએ પોતાના હસ્તે સંસ્થાના વડા રામદાસબાપુને અર્પણ કરી હતી. ઉપરાંત અહી ધર્મસભા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અહી આધુનિક શાળા અને છાત્રાલયનું નિર્માણ થશે તો વિદ્યાર્થીઓને ફાયદો થશે.

આ તકે મનસુખભાઈ, જીણારામબાપુ, અમરદાસ બાપુ, જોગેન્દ્ર બાપુ, ઉષા મૈયા, તુલસીદાસબાપુ, મહેન્દ્રભાઈ, નિર્મોહી અખાડાના અધ્યક્ષ રાજેન્દ્રદાસ બાપુ, માયાભાઈ આહિર, રામદાસ ગોંડલીયા, અંબરીશભાઈ ડેર, ચીમનભાઈ વાઘેલા, બાઘાભાઈ લાખણોત્રા, જે.બી. લાખણોત્રા, દુલાભાઈ અને સરપંચ કાળુભાઈ વેગેર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...