અમરેલી જિલ્લામાં લાઠી-બાબરા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમર ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાના ખાતમુહૂર્ત કરતા જોવા મળી રહ્યા છે. લાઠી તાલુકાના ભીંગરાડ ઈંગોરાળાનો મુખ્ય માર્ગ 2 કરોડના ખર્ચે નવો બનાવવાની મંજૂર મળ્યા બાદ આજે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય વિરજી ઠુમર અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં આ વર્ષ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેથી દરેક વિસ્તારમાં ધારાસભ્યો સક્રિય થયા છે અને વિકાસના કામોના ખાતમુહૂર્ત કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે 2 કરોડના ખર્ચે બનનારા ભીંગરાડ ઈંગોરાળાનો મુખ્ય માર્ગનું પણ ધારાસભ્ય વિરજી ઠુમરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં માર્ગ નહી હોવાને કારણે અકસ્માતની સતત ભીતિ સતાવી રહી હતી. જેથી સરકારમાં રજૂઆતો કરાય હતી. જે બાદ રોડ મંજૂર થતા તેનું કામ શરૂ કરાયું છે. તેને લઈ સ્થાનીક લોકોને રાહત મળી છે.
કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે જણાવ્યું હતું કે, મને આજે ગૌરવ છે મારા વિસ્તાર લાઠી બાબરામાં 2 કરોડના ખર્ચે નવા રોડના કામો થયા છે. ત્યારે એક પણ ગામ પેવર રોડ વગર રહે નહીં તે મારી નેમ પૂર્ણ થઈ રહી છે. રોડ બનવાના કારણે ખેડૂતોની જમીનના ભાવો પણ વધી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.