તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીમકી:ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું સમારકામ ના થતા ટ્રક-કન્ટેઈનર એસોસિએશનની હડતાળની ચીમકી

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેના સમારકામની ટલ્લે ચડી ગયેલી કામગીરી ફરી શરૂ ના કરતા ટ્રક અને કન્ટેઈનર એસોસિએશને અલ્ટીમેટમ આપી હડતાળની ચીમકી આપી છે. આાગામી 72 કલાકમાં કામગીરી શરૂ કરવામા નહીં આવે તો ટ્રક ચાલકોએ ચક્કાજામ કરી હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેની કામગીરી છેલ્લા કેટલાય સમયથી ટલ્લે ચડી ગઈ છે. અહીં અધૂરા કામ સમારકામ ના કોઈ ઠેકાણા નથી અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમરેલી જિલ્લામા આવેલ રાજુલા જાફરાબાદ પીપાવાવને જોડતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે અતિ બિસ્માર બન્યો છે. અહીં નાગેશ્રી,હિંડોરણા, પીપાવાવ ચોકડી,મહુવા,તળાજા સુધી નેશનલ હાઈવે અતિ બિસ્માર હાલત મા છે. ખૂબજ અત્યંત ખરાબ હાલતમાં માર્ગ આવેલો છે. ટ્રક ચાલકો અને ટ્રક ધારકોમાં રોષ ફેલાયો છે.

આજે મોટી સંખ્યા એસોસિએશન દ્વારા પ્રાંત અધિકારી જે આવેદનપત્ર આપી લેખિત રજૂઆતો કરાય છે સાથે સાથે નેશનલ આર.એન .બી. પોલીસ,ભાવનગર સોમનાથ હાઇવે ના અધિકારીઓને પણ આવેદનપત્રની નકલ લેખિત રવાના કરવામા આવી છે. આજે એસોસિએશન દ્વારા ચીમકી ઉચારી છે કે અહીં 24 થી 72 કલાકમા કામગીરી નહિ થાય તો રસ્તા ચકાજામ આંદોલન કરી હડતાળ કરવામા આવશે.

ભાવનગર અને નાગેશ્રી ટોલટેક્ષ શરૂ છેતાજતેર માં નેશનલ હાઇવે ની કામગીરી અધૂરી છે, પણ ભાવનગર અને નાગેશ્રી આ બંને જગ્યાએ ટોલટેક્ષ વસૂલવાનું ક્યારેય ભૂલતા નથી રોડના કોઈ ઠેકાણા છે તેવા સમયે ટોલટેક્ષના ઉઘરાણા જેવી બાબતે પણ ટ્રક ચાલકોમા ભારે રોષ જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...