તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:ભાવનગર રેન્જ આઈજીએ અમરેલી જિલ્લામાં ગાઈડલાઈન્સના કડક અમલ માટે સૂચના આપી

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્તમાન સંજોગોમાં સમગ્ર વિશ્વમાં નોવેલ કોરોના વાઇરસ(nCOVID-19)ની વૈશ્વિક મહામારીને અંકુશમાં રાખવા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામા આવી છે ગુજરાત સરકાર દ્વારા અપાયેલ સૂચનાઓનું કડક અમલીકરણ થાય તે માટે દૈનિક ધોરણે અલગ-અલગ સમયે ભાવનગર રેન્જના અમરેલી જિલ્લામાં ઝુંબેશ રાખવામાં આવે છે.

આ વિશેષ ઝુંબેશ દરમ્યાન પોલીસ સ્ટેશનના તમામ વિસ્તારો(મુખ્ય શહેરો, મહોલ્લાઓ, ચોકી વિસ્તાર, તમામ ગામડાઓ, આઉટ પો.સ્ટ.) માં 1 ટીમ દ્વારા અસરકારક રીતે ઓછામા ઓછુ 10 કિલોમીટરનો વિસ્તાર PA સિસ્ટમથી આવરી લેવામાં આવે છે.

આ વિશેષ ઝુંબેશ દરમ્યાન ડિવીઝનના DYSP ડીવીઝન નીચે આવતા થાણાના તમામ અધિકારી ઓ ના સંકલનમા રહી ટીમો બનાવી પેટ્રોલીંગ કરવા આગોતરૂ આયોજન કરવાનુ રહેશે તેમજ પેટ્રોલીંગ દરમ્યાન સરકારી વાહન નુ સાયરન ફરજીયાત ચાલુ રાખવામા આવશે.

આ પેટ્રોલીંગ દરમ્યાન PIના પોસ્ટીંગ વાળા પો.સ્ટે.માં 10(દસ) તથા PSIના પો.સ્ટીંગવાળા પો.સ્ટે.માં 5(પાંચ) ટીમ બનાવવામાં આવેલ છે. દરેક ટીમમા થાણા અધિકારીએ વધુમા વધુ મોટરસાઇકલનો ઉપયોગ કરવાનો રહેશે. દરેક ટીમમાં 1 મોટરસાઇકલમાં મેગાફોન/પબ્લીક એડ્રેસીંગ સિસ્ટમથી કોરોના બાબતે નાગરિકોમાં જાગૃતિ લાવવા, સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા તથા પોતપોતાના ઘરમાં જ રહી રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલ સૂચનાઓનો ચુસ્ત અમલ કરવા માટે સતત જાહેરાત કરવામા આવશે.

ટીમના તમામ અધિકારી/કર્મચારીઓએ સુરક્ષાને ધ્યાનમા રાખી માસ્ક, ગ્લોઝ પહેરવા તથા સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવી દરેક ટીમે ઓછામાં ઓછા 10 કિલોમીટર એરીયા કવર કરશે આ અંગેના વિડીયોગ્રાફી/ફોટોગ્રાફી કરવા સૂચના પણ અપાય

પેટ્રોલીંગ દરમ્યાન કોઇપણ જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સીંગ તથા જાહેરનામાનો ભંગ થતો જણાઇ આવે તો તેઓ વિરૂધ્ધમાં ધોરણસર કાર્યવાહી કરવામા આવશે કોરોના વાઇરસનુ સંક્રમણ અટકાવવા કોરોના વોરીયર્સ તરીકે કામ કરી રહેલ ફ્રન્ટ લાઇન વર્કર્સ તમામ પોલીસ સહકાર આપે તેવી રેન્જ આઈ જી આઈ.પી એસ.અશોક કુમાર યાદવ દ્વારા અપીલ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો