તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:જિલ્લાના 17 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

અમરેલી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષક દિન નિમિત્તે જિલ્લાની બે શ્રેષ્ઠ શાળાને એક લાખનો પુરસ્કાર, શિક્ષકોનું શાલ ઓઢાડી સન્માન કરાયું

અમરેલીના શાંતાબેન ગજેરા શૈક્ષણિક સંકુલ, જિલ્લા વહિવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે રાજયના સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટની ઉપસ્થિતિમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. અહી જિલ્લાની બે શ્રેષ્ઠ શાળાને એક લાખની પ્રોત્સાહક રકમ એનાયત કરવામાં આવી હતી. તેમજ જિલ્લાના 17 શ્રેષ્ઠ શિક્ષકોને પરિતોષિક એનાયત કરી સન્માનિત કરાયા હતા. અમરેલીમાં શાંતાબેન ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે ઉપસ્થિત પંકજ ભટ્ટે જણાવ્યું હતું કે એક યોગ્ય શિક્ષક નવા સમાજનું સર્જન કરવા શક્તિમાન છે. એટલે શિક્ષકનું મહત્વ કદી ઓછું ન આંકી શકાય.

આજની વર્તમાન પરિસ્થિતિમાં પણ આ પરંપરા મહદ અંશે જળવાઈ રહી છે. જેના કારણે આજે પણ સમગ્ર ભારતીય સમાજમાં શિક્ષકોનું સ્થાન પરમ વંદનીય રહ્યું છે. તેમજ ગુરૂના માર્ગદર્શન થકી અજ્ઞાનના અંધકાર ઉલેચી શકાય છે. અને સર્વ જગત દૈદિપ્યમાન ભાસે છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, પ્રાંત અધિકારી સી.કે.ઉંધાડ અને જિલ્લા શિક્ષણાધિકારી એમ.જી.પ્રજાપતિ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ક્યા ક્યા શિક્ષકને મળ્યો એવોર્ડ ?

 • જયસુખભાઈ જીકાદરા શાખપુર કન્યા શાળા
 • લાલજીભાઈ ખાત્રોજા દામનગર પે.સેન્ટર શાળા
 • રાજેશભાઈ પ્રજાપતિ ભાક્ષી પ્રાથમિક શાળા
 • કોકીલાબેન જોષી વડનગર પ્રાથમિક શાળા
 • વરૂણભાઈ દવે બવાડી પ્રાથમિક શાળા
 • ધવલભાઈ જોષી ગોઢાવદર પ્રાથમિક શાળા
 • પરેશભાઈ બોરડ હામાપુર પ્લોટ પ્રાથમિક શાળા
 • મનીષાબેન ચૌહાણ પાણીયા પ્રાથમિક શાળા
 • તેજલબેન રવીયા સાવરકુંડલા બ્રાન્ચ નં. 4
 • નરેશભાઈ વાડદોરીયા બગોયા પ્રાથમિક શાળા
 • ભાવેશભાઈ નાકરાણી તાલડા પ્રાથમિક શાળા
 • મનીષભાઈ દેસાઈ કંટાળા પ્રાથમિક શાળા
 • વિશાલભાઈ પાઠક ગમાપીપળીયા પ્રાથમિક શાળા
 • સંજયભાઈ મકવાણા ચારોડિયા પ્રાથમિક શાળા
 • મધુભાઈ બોરીચા કોટડાપીઠા પ્લોટ પ્રાથમિક શાળા
 • લાલજીભાઈ સીંધલ રાજુલા કન્યા શાળા નંબર 3
 • નવરોઝઅલી ગાંગાણી ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ બગસરા
અન્ય સમાચારો પણ છે...