એજ્યુકેશન:જિલ્લાની શાળાઓમાં ઉનાળું વેકેશનનો પ્રારંભ, એડમિશન માટે શાળામાં જરૂરી સ્ટાફ હાજર રહેશે

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં ધોરણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉનાળું વેકેશનનો પ્રારંભ થયો છે. અહી 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરાયું છે.

ગત વખતે કોરોના મહામારીના કારણે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ હતું. અને પરીક્ષામાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું. પરંતુ બે વર્ષ બાદ જિલ્લામાં ફરી વખત શાળાઓ વિદ્યાર્થીના કલરવથી ગુંજી ઉઠી હતી. અને છાત્રોએ કોરોના કાળને ભુલીને પરીક્ષા પણ આપી હતી. ત્યારે વાર્ષિક પરીક્ષાનું શાળાઓમાં પરિણામ પણ જાહેર કરી દેવાયું છે.

શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં 7 મેથી ઉનાળું વેકેશનનો આરંભ થઈ ગયો છે. 12 જુને ઉનાળું વેકેશન પૂર્ણ થશે. વેકેશન દરમિયાન નવા બાળકો શાળા કક્ષાએ એડમીશન મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...