તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટિકિટનો કકળાટ:પક્ષની નીતિ સામે ભાજપ પછી કોંગ્રેસમાં રાજીનામાની શરૂઆત, અમરેલી મહિલા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

અમરેલી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમરેલી નગરપાલિકાના ચાલુ સદસ્ય હોવા છતાં ટિકિટ કપાતા પક્ષને નુકસાન જવાનો આક્ષેપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી બાદ ભાજપમાં નારાજગી જોવા મળી હતી હવે કોંગ્રેસમાં પણ કકળાટ શરૂ થઇ ગયો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીના અમરેલી શહેરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે. શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ અને ગત ટર્મમાં વોર્ડ નંબર 5ના સદસ્ય રહેલા માધવીબેન જોશીએ મોડીરાત્રે પક્ષમાંથી રાજીનામું આપી દેતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

વ્હાલા-દવલાની નીતિ સામે નારાજગીમાધવીબેન જોશીએ કોંગ્રેસ પક્ષમાંથી મોડી રાતે રાજીનામું આપી દીધું છે તેમણે કોંગ્રેસમાં સગાવાદ અને વ્હાલા-દવવાની નીતિ સામે નારાજગી દર્શાવી હતી. પક્ષમાં નિષ્ઠાવાન કાર્યકરો અને અગ્રણીઓ વિરુદ્ધની રણનીતિના કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. માનવામાં આવી રહ્યું છેકે, માધવીબેન જોશીના રાજીનામાથી સ્થાનિક રાજકારણમાં કોંગ્રેસને મોટું નુકસાન થશે.

ટિકિટ વહેંચણીથી બન્ને પક્ષમાં કકળાટસ્થાનિક સ્વરાજની ચૂંટણી આ વખતે કકળાટ સમાન બની ગઇ છે. ભાજપ હોય કે કોંગ્રેસ બન્ને પક્ષોમાં ટિકિટ વહેંચણીને લઇને કકળાટ જોવા મળી રહ્યો છે. પક્ષની ટોચની નેતાગીરી અને હાઈકમાન્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો સામે સ્થાનિક કક્ષાએ કાર્યકર્તાઓમાં નારાજગી છે અને પોતાના મનગમતા ઉમેદવારને ટિકિટ ન મળવાથી કાર્યકર્તાઓમાં રોષ વ્યાપ્યો છે.

અમરેલી ભાજપમાં નારાજગીસ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટની વહેંચણીને લઇને અમરેલી ભાજપમાં નારાજગી જોવા મળી હતી. ધારી, જાફરાબાદ અને ખાંભા તાલુકા પંચાયતમાં ભાજપે ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ કાર્યકરોમાં અસંતોષ ફેલાયો હતો. જાફરાબાદના મહામંત્રી અને ટિંબડી ગામના પૂર્વ સરપંચ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાજપ સાથે છેડો ફાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો