તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:છુટાછેડા લીધા વિના યુવક સાથે મૈત્રી કરાર કરતા મહિલાને મારમાર્યાે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે શખ્સાેઅે કુહાડી વડે ઇજા પહાેંચાડી બાેલાચાલી કરી

અમરેલી તાલુકાના માેટા માચીયાળામા રહેતા અેક મહિલાઅે છુટાછેડા લીધા વગર અન્ય યુવક સાથે મૈત્રી કરાર કર્યા હાેય જે મુદે પતિ સહિત અન્ય અેક શખ્સે તેના પર કુહાડી વડે હુમલાે કરી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

મહિલા પર કુહાડી વડે હુમલાની અા ઘટના અમરેલીના માેટા માચીયાળામા બની હતી. અહી રહેતા રૂસાલીબેન હરેશભાઇ દાદુકીયા (ઉ.વ.24) નામના મહિલાઅે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતુ કે તેમણે લાપાળીયા ગામના રાજુ જીવાભાઇ મીડા સાથે મૈત્રી કરાર કર્યા હતા. પરંતુ હરેશ સાથે છુટાછેડા લીધા ન હાેય તેનાે ખાર રાખી હરેશ તેમજ રવિ બાલાભાઇઅે બાેલાચાલી કરી હતી.હરેશે તેના પર કુહાડી વડે હુમલાે કરી ઇજા પહાેંચાડી હતી. તેમજ રવિઅે તલવાર સાથે ધસી અાવી ગાળાે અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...