એલર્ટ:અમરેલીના ઠેબી યોજનામાં રુલ લેવલ જાળવવા માટે ગમે તે સમયે દરવાજા ખોલવામાં આવશે

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈએ અવર જવર કરવી નહિ

અમરેલી તાલુકાના અમરેલી નજીકમાં ઠેબી નદી પર આવેલ ઠેબી સિંચાઈ યોજના માટે નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના પરિપત્ર મુજબ ઠેબી યોજનામાં રુલ લેવલ જાળવવા માટે ગમે તે સમયે દરવાજા ખોલવામાં આવશે. આથી ઠેબી સિંચાઈ યોજનામાંથી પાણી છોડવામાં આવે ત્યારે અમરેલી તાલુકાના અમરેલી, પ્રતાપપરા, ફતેપુર અને ચાંપાથળ સહિતના ગામમાં અને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈએ અવર જવર કરવી નહિ. જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે ઠેબી નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં અવર જવર ન કરવા વાયરલેસ ઓપરેટર અમરેલી ફ્લડ સેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

હાલમાં જળાશયનું હાલનું લેવલ 124.50 મીટર છે. જળાશયની હાલની ઊંડાઈ 3.90 મીટર છે. જળાશયનો હાલનો કુલ જથ્થો 5.7150 મિલિયન ક્યુબિક મીટર, જળાશયનો હાલનો જીવંત જથ્થો 5.0476 મિલિયન ક્યુબિક મીટર, હાલમાં પાણીની આવક 174 ક્યુસેકસ થઈ છે. જળાશયનો ડીઝાઈન સ્ટોરેજ 10.65મિલિયન ક્યુબિક મીટર છે અને ડીઝાઈન સ્ટોરેજ મુજબ પાણીની ટકાવારી 53.66ટકા છે. આજે આ અંગે સતર્કતા અંગે સૂચના જારી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...